તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:દુનિયાભરના તબીબી વિદ્યાર્થીઓની રશિયન યુનિવર્સિટીઓ પર પસંદગી

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રશિયામાં યુનિવર્સિટીઓ આજે તેના સ્થાપિત દરજ્જા સાથે વૈશ્વિક કોવિડ-19 મહામારીના છેલ્લા થોડા મહિના દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીની દષ્ટિએ પોતાને કાબેલિયત સિદ્ધ કરવાને લીધે દુનિયાભરના વિદ્યાર્થીઓ માટે અગ્રતાનાં સ્થળ છે. ખાસ કરીને તબીબી કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ અન્ય દેશોની સામે રશિયામાં યુનિવર્સિટીઓને વધુ અગ્રતા આપવા લાગ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ જ્યોર્જિયા, ફિલિપિન્સ, ચીન સહિત વિવિધ દેશોમાં અટવાઈ ગયા હતા અને આ દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સંરક્ષિત વાતાવરણ આપી નહીં શકતાં ભારત સરકારે તેમને વતનમાં લાવવાની ફરજ પડી હતી. આની તુલનામાં હાલમાં રશિયા ફેડરેશનમાં 15,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ભારત સરકારને તેમને પાછા લાવવા પડ્યા નથી, કારણ કે રશિયન યુનિવર્સિટીઓએ આ પડકારજનક સમયમાં તેમની સુરક્ષા માટે દરેક પગલાં લીધાં છે, એમ એજ્યુરશિયાના મનોજ પટકીએ જણાવ્યું હતું. રશિયા સ્ટેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ ચાહતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારતમાં અરજી કરવા એજ્યુરશિયા એકમાત્ર અધિકૃત વિભાગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો