પસંદગી:બોરીવલીની સેજલ પરીખ મિસીસ ઈન્ટલેક્ચ્યુઅલ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરીવલી વેસ્ટની સેજલ પરીખને વાઈબ્રન્ટ કોન્સેપ્ટ્સ આયોજિત મિસીસ ઈન્ડિયા ગેલેક્સી 2021 ખાતે મિસીસ ઈન્ટલેક્ચ્યુઅલ પુરસ્કાર મળ્યો હતો. ઓનલાઈન અને ઓફફલાઈન ઓડિશન રાઉન્ડ્સમાંથી દેશભરમાં 37 ફાઈનલિસ્ટોમાં પરીખની પણ પસંદગી કરવામાં આવી હતી.તે એન્વાયર્નમેન્ટ એન્જિનિયર, એન્ટરપ્રેન્યોર અને ઘન કચરા વ્યવસ્થાપનની સ્થાપક પણ છે. તે હવામાન બદલાવની અસર ઓછી કરવા યોગદાન આપવા માગે છે, પદ્ધતિસર ઘન કચરા વ્યવસ્થાપન, ભીનો અને સૂકો કચરો અલગ કરવો, કમ્પોસ્ટિંગ અને રિસાઈકલિંગના મહત્ત્વ વિશે તે લોકોને માહિતગાર કરવા જાગૃતિ હાથ ધરવા માગે છે.

મિસીસ ઈન્ડિયા ગેલેક્સી ઉંમર, વજન કે ઊઁચાઈનાં સામાજિક ધોરણો તોડીને વ્યાવસાયિક મોડેલ તરીકે રેમ્પ પર વોક કરવા ભારતીય પરિણીત મહિલાઓને તક આપે છે.ખાસ કરીને આ મંચ પર દેશના અલગ અલગ ભાગમાંથી મહિલાઓ તેમની પ્રતિભા બતાવવા અને મહિલા વિરુદ્ધ હિંસા રોકવાના કાજને ટેકો આપવા માટે આગળ આવી હતી. ત્રણ મહિના સુધી સ્પર્ધકો ગ્રૂમિંગ અને તાલીમ સત્રો થકી પસાર થયાં હતાં. હકારાત્મક વિચારધારા અને આત્મવિશ્વાસ આનંદિત અને પ્રેરણાત્મક જીવન જીવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, એમ મિસીસ ઈન્ડિયા ગેલેક્સીના ચીફ મેન્ટર જિની કપૂરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...