તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રેસ્ટોરંટમાં ડાઈન સેવા શરૂ કરવા પરવાનગી આપવાની માગણી

મુંબઈ​​​​​​​21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને કરાતી હોમ ડીલીવરીની સરખામણીએ 8 થી 10 ટકા વ્યવસાય

ેરાજ્ય સરકારે પ્રતિબંધો હળવા કરીને જે ભાગોમાં કોરોના પર થોડા અંશે નિયંત્રણ મેળવી શકાયું છે એવા ઠેકાણે અત્યાવશ્યક સેવા સહિત અન્ય દુકાનોને પણ શરૂ કરવાની પરવાનગી આપી છે. પણ હોસ્પિટાલિટી ઈંડસ્ટ્રીને કોઈ પણ જાતની છૂટ ન આપી હોવાથી રેસ્ટોરંટ્સ અને હોટેલ માલિકોમાં અસંતોષ નિર્માણ થયો છે. હોમ ડીલીવરી આપીને સરખામણીએ 8 થી 10 ટકા વ્યવસાય પણ ન થતો હોવાથી આ વ્યવસાયિકોએ ડાઈન ઈન સેવા (બેસીને ખાવાની સુવિધા) માટે પરવાનગી આપવી એવી માગણી કરી છે.

કઠોર પ્રતિબંધોને કારણે બે મહિનાથી રેસ્ટોરંટ્સને ફક્ત હોમ ડીલીવલી આપવાની છૂટ છે. હોમ ડીલીવરી કરીને ફક્ત 8-10 ટકા વ્યવસાય જ થાય છે એમ રેસ્ટોરંટ્સના માલિકો જણાવે છે. તેથી અત્યારે 90 ટકા નુકસાન થતું હોવાથી ડાઈન ઈન સેવા શરૂ થાય તો કંઈક રાહત મળશે એમ તેઓ સ્પષ્ટ કરે છે. રેસ્ટોરંટ્સના લાખો રૂપિયાના ભાડા, વીજ બિલ, પાણી બિલ, વિવિધ કર, ઈએમઆઈ માટે હોમ ડીલીવરી કરીને કંઈ ખર્ચા નીકળતા નથી. ગયા વખતના લોકડાઉનમાં અમે બધી બચત વાપરીને ગાડું ચલાવ્યું પણ અત્યારે એ શક્ય નથી.

આર્થિક ભાર ન ઉંચકી શકવાથી દિવસે દિવસે રેસ્ટોરંટ્સ બંધ થઈ રહ્યા હોવાનું વ્યવસાયિકો ઉમેરે છે.રેસ્ટોરંટ્સમાં આવતા દરેક ગ્રાહક માટે જુદી સીટ હોય છે. એમાં અંતર હોય છે. ઉપરાંત કર્મચારીઓ સેનિટાઈઝેશન કરે છે. તો પછી આ વ્યવસાયને પરવાનગી આપવા નકારવાનું કારણ શું છે? લાખો લોકો આજીવીકાનું સાધન બંધ કરીને સરકારને શું સુખ મળવાનું છે? તેથી આગામી તબક્કામાં રેસ્ટોરંટ્સને ડાઈન સેવા શરૂ કરવા આપવી એટલી જ અમારી માગણી છે એમ ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરંટ્સ એસોસિએશન ઓફ ઈંડિયાના ઉપાધ્યક્ષ ગુરબક્ષીશ સિંઘ કોહલીએ જણાવ્યું હતું.

શુલ્ક અને કરમાં કપાતની પણ માગણી
હોટેલ અને રેસ્ટોરંટ્સને ડાઈન સેવા ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવી. લોકડાઉનના સમયમાં ઘણું નુકસાન થયું છે. તેથી આ વ્યવસાયને ઉગારવા માટે હવે સરકારે પ્રયત્ન કરવા. એ દષ્ટિએ આ વ્યવસાયના કામદારોનું અગ્રતાથી રસીકરણ કરવું. તેમ જ એફએલ-3 લાયસંસ અને ચાલુ વર્ષના શુલ્કમાં કપાત કરવી, મહાપાલિકાના લાયસંસ, પરવાનગીઓને આખા વર્ષની મુદત આપવી, પ્રોપર્ટી ટેક્સ માફ કરવો, એવી માગણી પણ અમે મુખ્યમંત્રી સમક્ષ કરી છે એમ આહાર સંગઠનના અધ્યક્ષ શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...