તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ કૌભાંડ:બોગસ રસીકરણ કૌભાંડ પ્રકરણે શિવમ હોસ્પિટલ મહાપાલિકા દ્વારા સીલ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ- થાણેમાં 10 બોગસ શિબિરોમાં હોસ્પિટલની ભૂમિકા

મુંબઈ - થાણેમાં 10 બોગસ શિબિરોનું આયોજન કરવામાં કાંદિવલી પશ્ચિમમાં ચારકોપ સ્થિત શિવમ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા બહાર આવતાં તેને સીલ કરવામાં આવી છે. હોસ્પિટલના માલિકોએ અન્ય આરોપીઓ સાથે મળીને 10 શિબિરોમાં 2600 નાગરિકોને રસીને નામે સલાઈન વોટરનાં ઈન્જેકશન આપ્યાં હતાં એવું મુંબઈ પોલીસની એસઆઈટીની તપાસમાં બહાર આવ્યું છે.

મહાપાલિકા દ્વારા હોસ્પિટલનું લાઈસન્સ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને બધી સેવાઓ બંધ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે જણાવ્યું હતું કે ડીસીપી વિશાલ ઠાકુરની આગેવાનીમાં એસઆઈટીએ ઉત્તમ તપાસ કામગીરી કરી છે અને તપાસને તાર્કિક અંત સુધી પહોંચાડી છે. કુલ શિવમના માલિક સહિત 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની મોટા પાયા પર રસીકરણ કરીને કમાણી કરવાની યોજના હતી. આ માટે રસીની 1 લાખ શીશી ખરીદી કરવા માગતા હતા, જે માટે રૂ. 5 કરોડની જરૂર હતી. આ પૈસા ઊભા કરવા માટે આરોપીઓને સોસાયટીઓ તથા કંપનીઓમાં રસીકરણ શિબિરો યોજીને પૈસા કમાણી કરવાનું વધુ આસાન લાગ્યું હતું. જોકે કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને દાળમાં કાળું જણાયા પછી પોલીસ ફરિયાદ નોંધાવતાં આ ટોળકીના મનસુબા પરથી પાણી ફરી વળ્યું હતું.

દરમિયાન મુંબઈ હાઈ કોર્ટમાં આ મામલો શુક્રવારે સુનાવણી થઈ હતી. મહાપાલિકા વતી વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ જણાવ્યું હતું કે રસીકરણ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવાં રસીકરણ સ્થળો પર દેખરેખ રાખશે.સાખરેએ કોર્ટને જણાવ્યું હતું કે હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રાર અને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને તેમને તમામ સોસાયટી કેમ્પસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) અને માર્ગદર્શિકા વિશે માહિતી આપવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત અને ન્યાયાધીશ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ એડવોકેટ સિદ્ધાર્થ ચંદ્રશેખર દ્વારા દાખલ પીઆઈએલ પર સુનાવણી થઈ હતી. આ મહિનામાં ફરીથી આ મામલે સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...