તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણયથી મૂર્તિકારો ચિંતિત:માઘી ગણેશ મૂર્તિના વેચાણમાં 50% ઘટાડાથી મૂર્તિકારો ચિંતિત

મુંબઈ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ અને નિયમાવલી પ્રકાશિત કરી

કોરોનાનો ફેલાવો ઓછો થઈ રહ્યો છે છતાં કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનથી અનેક વ્યવસાય ઠપ્પ થયા છે. એનો ફટકો મૂર્તિ વ્યવસાયને પડ્યો છે. કોરોનાના સમયમાં આવેલ ગણેશોત્સવની ખોટ માઘી ગણેશોત્સવમાં ભરાઈ જશે એવી અપેક્ષા મૂર્તિકારોને હતી. આગામી 15 ફેબ્રુઆરીથી માઘી ગણેશોત્સવ શરૂ થાય છે તો અત્યારે પણ મૂર્તિઓના વેચાણમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેથી મૂર્તિકારો આર્થિક સંકટમાં છે.

કોરોનાના સમયમાં તહેવારો, ધાર્મિક કાર્યક્રમો ઊજવવા માટે સરકારે માર્ગદર્શક સૂચનાઓ જારી કરી હતી. નિયમોને કારણે તહેવારો ઊજવવા પર બંધન હોવાથી મોટા ભાગના લોકોએ તહેવારો સાદગીથી ઊજવ્યા હતા. એનો મોટો ફટકો ગણપતિની મૂર્તિઓ બનાવતા મૂર્તિકારોને પડ્યો છે.

માઘી ગણેશોત્સવમાં લાગુ સૂચનાઓ
મર્યાદિત સ્વરૂપનો મંડપ ઊભો કરવો. આગમન અને વિસર્જન સરઘસ કાઢવા નહીં. મૂર્તિની ઉંચાઈ સાર્વજનિક મંડળો માટે 4 ફૂટ અને ઘરગથ્થુ મૂર્તિઓ માટે 2 ફૂટ હોવી જોઈએ. પારંપારિક ગણપતિ મૂર્તિના બદલે ઘરમાંની ધાતુ કે આરસપહાણની મૂર્તિનું પૂજન કરવું. મૂર્તિઓ શાડુની અને પર્યાવરણપૂરક હોય તો એનું વિસર્જન શક્યત: ઘરમાં જ કરવું.સાંસ્કૃતિક કાર્યક્રમોના બદલે આરોગ્ય શિબિરોનું આયોજન કરવું. દર્શનની સુવિધા ઓનલાઈન, કેબલ નેટવર્ક દ્વારા કરવી. મંડપમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રિનીંગની વ્યવસ્થા કરવી. એક સમયે 10 જ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ . એક જ સમયે 15 ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવો. વિસર્જનના સમયે વધુમાં વધુ 5 કાર્યકર્તાઓ હોવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો