તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક જામ:પ્રતિબંધો હળવા થતાં જ મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રષ્યો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવહન યંત્રણાને વિશ્વાસમાં ન લેતા એક તરફી નિર્ણયથી લોકોને ફટકો

કોરોના પ્રતિબંધોમાં આંશિક રાહત આપતા મુંબઈમાં તમામ દુકાનો ખોલવાનો આદેશ મુંબઈ મહાપાલિકાએ આપ્યો. જોકે દુકાનોના કામદારોના પ્રવાસ બાબતે ચોક્કસ સ્પષ્ટતા ન હોવાથી શહેરના તમામ રસ્તાઓ પર સખત ટ્રાફિક જામ થયો હતો. સામાન્ય નાગરિકોને લોકલ અને મેટ્રોમાં પ્રવાસ બંધી હોવાથી એની અસર રસ્તાઓ પર દેખાઈ હતી.

પ્રતિબંધો હળવા કર્યા પછી નાકાબંધીમાં વાહન તપાસણી બાબતે પોલીસને સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પરિણામે પોલીસે હંમેશા મુજબ વાહનોની તપાસણી ચાલુ રાખી. તેથી મુંબઈના પ્રવેશદ્વાર એટલે કે મુલુંડ, દહિસર ચેકનાકા, ઐરોલી ટોલનાકા ખાતે વાહનોની લાંબી લાઈન લાગી હતી. મલાડથી દહિસર પ્રવાસ કરવા અઢી કલાક લાગતા હતા. ટ્રાફિક જામને લીધે આ પ્રવાસ સખત હેરાનગતિવાળો થઈ રહ્યો હતો એવા ટ્વિટ નાગરિકોએ કર્યા. બોરીવલીથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જવા માટે એક કલાક ટ્રાફિક જામમાં લોકો અટવાયા હતા. ઠેકઠેકાણે નાકાબંધી હતી. આમ તો મર્યાદિત સમય માટે નાકાબંધીમાં રાહત આપવી જરૂરી હતું. પ્રતિબંધો ઉઠાવતા પરિવહન યંત્રણાને વિશ્વાસમાં ન લેતા એક તરફી નિર્ણય લેવાથી એનો ફટકો લાખો મુંબઈગરાઓને પડી રહ્યો છે.

કોરોનાની નિયમાવલી અનુસાર નાકાબંધી જૈસે થે હોવાથી શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનોની તપાસણી કરવામાં આવતી હતી. ઓછામાં પૂરું વિકાસકામોને કારણે રસ્તાઓની પહોળાઈ ઓછી થઈ છે. તેથી ટ્રાફિક જામ રહેવાની શક્યતા નકારી શકાતી નથી એમ પોલીસોનું જણાવવું છે. શહેરમાં અત્યાવશ્યક અને વિના અત્યાવશ્યક સેવાની દુકાનોમાં કામ કરતા મોટા ભાગના લોકો થાણે, કલ્યાણ, બોરીવલી, વસઈ, વિરાર, પાલઘર, બદલાપુર, વાશી, પનવેલ જેવા ઠેકાણે રહે છે. મુંબઈની લોકલને લીધે રોજિંદો ખર્ચ રૂ. 20 થી 30 થાય છે.

પણ અત્યારે એમાં પ્રવાસ બંધી હોવાથી વાહનો દ્વારા પ્રવાસ કરવા માટે પેટ્રોલનો રૂ. 200 થી 300 ખર્ચ થાય છે. અત્યારે ઈંધણના દર વધી જ રહ્યા છે. તેથી લોકલ બંધી રાખીને પ્રતિબંધો હળવા કરવાથી શું રાહત મળી એવો સવાલ નાગરિકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...