તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:યુવતીઓને ફિલ્મમાં બ્રેક આપવાને નામે પોર્ન ફિલ્મ ઉતારવાનું કૌભાંડ

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બે અભિનેતા, મહિલા ફોટોગ્રાફર, ગ્રાફિક ડિઝાઈનર સહિત પાંચ જણની ધરપકડ
 • મલાડના બંગલોમાં પોર્ન ફિલ્મ ઉતારીને સોશિયલ મિડિયા પર મૂકીને કમાણી કરતા

યુવતીઓને ફિલ્મમાં બ્રેક આપવાને નામે મલાડમાં ભાડે રાખેલા બંગલોમાં લઈ જઈ પોર્ન ફિલ્મ ઉતારવા માટે ફરજ પાડીને તેમાંથી અઢળક કમાણી કરવાના પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપનીનો ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે પર્દાફાશ કર્યો છે. આ પ્રકરણમાં બે અભિનેતા, એક મહિલા ફોટોગ્રાફર, ગ્રાફિક ડિઝાઈનર, કેમેરામેન સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફિલ્મમાં કામ કરવા ઈચ્છુક અનેક યુવતીઓ અને મોડેલોની પોર્ન ફિલ્મો ઉતારીને સોશિયલ મિડિયા પર મૂકીને અઢળક કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે.મુંબઈમાં મલાડ માલવણી તથા અન્ય વિસ્તારોમાં આરોપીઓ બંગલો ભાડા પર લેતા હતા.

ફિલ્મ, વેબ સિરીઝ, ટેલિવિઝન સિરિયલમાં કામ કરવા ઈચ્છુક યુવતીઓ તેમ જ મોડેલોને ફિલ્મમાં બ્રેક આપવાને નામે આરોપીઓ બંગલોમાં બોલાવી લેતા હતા. યુવતી અહીં આવતાં ડાયરેક્ટર, ફાઈનાન્સર, ક્રિયેટિવ મેનેજર તે પછી બળબજરીથી સ્ત્રી- પુરુષ સમાગમ કરતા હોય તેવાં વિવસ્ત્ર, અર્ધનગ્ન, અશ્લીલ અને બીભત્સ દશ્યોનું શૂટિંગ કરીને વિડિયો તૈયાર કરતા હતા. આ પછી વિડિયો વિવિધ વેબસાઈટ્સ અને મોબાઈલ એપ્સ પર અપલોડ કરીને પ્રસારિત કરતા હતા. આ અશ્લીલ વિડિયો જોવા માટે સબ્સ્ક્રિપ્શન ચાર્જીસ વસૂલ કરીને અઢળક કમાણી કરતા હતા ,જ્યારે જરૂરતમંદ યુવતી કે મોડેલ્સને નજીવી રકમ આપીને ભાગી દેતા હતા.

ખાસ કરીને આ વિડિયોના ટ્રેલર અને જાહેરાતો ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટેલિગ્રામ, વ્હોટ્સએપ વગેરે સોશિયલ મિડિયા સાઈટ્સ અને ઈન્સ્ટા મેસેન્જર એપ્લિકેશન પર પ્રસારિત કરતા હતા. આ અંગે માહિતી મળતાં ગુરુવારે બપોરે મઢ ગાવ- મલાડ માલવણી ખાતે ગ્રીન પાર્ક બંગલો, ઓલ્ડ પેરી માર્ગ, મઢ ખાતે દરોડા પાડ્યા ત્યારે આરોપીઓ ઓછા પ્રકાશમાં બીભત્સ ફિલ્મ ‌ઉતારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બે જણ સમાગમ કરતા હતા, જેનું શૂટિંગ એક મહિલા ઉતારતી હતી.

બંગલોમાંથી શું જપ્ત કરાયું
બંગલોમાંથી 6 મોબાઈલ હેન્ડસેટ, લેપટોપ, સ્પોટ લાઈટ સ્ટેન્ડ, હેલોજન, ટ્રાયપોડ સ્ટેન્ડ, કેનન કેમેરા, બે મેમરી કાર્ડ, કેનનો લેન્સ, ત્રણ એલઈડી હેલોજન, શૂટિંગ માટે ઉપયોગ કરાતી ડાયલોગની સ્ક્રિપ્ટ્સ, સ્ટેમ્પ પેડ મળીને રૂ. 5.68 લાખની માલમતા જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓનાં બેન્ક ખાતાંની તપાસમાં રૂ. 36.60 લાખ આ ગોરખધંધામાંથી કમાણી કર્યા હોવાનું જણાતાં આ ખાતાંની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ ધીરજ કોળી, સોનાલી ભારતે, લક્ષ્મીકાંત સાળુંખે, સુનિલ માને, અમિત ભોસલે, યોગેષ ખાનુરે, ર્ચના પાટીલ અને સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.

હોટહિટ મુવીઝ પર અપલોડ કરતા
શૂટિંગ કરતી મહિલાને કબજામાં લઈને આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલ કર્યું કે તેમણે હોટહિટ મુવીઝ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કર્યું છે. તેની પર અશ્લીલ વિડિયો અપલોડ કરવામાં આવતા હતા. આ વિડિયો જોવા માટે સબ્સ્ક્રિપ્શન ચાર્જીસ લેવામાં આવતા હતા. આવી ઘણી બધી વેબસાઈટ્સ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આરોપીઓએ વિડિયો પ્રસારિત કરીને અનેક ઈચ્છુક યુવતીઓ અને મોડેલો સાથે છેતરપિંડી કરી છે, એમ પ્રભારી પીઆઈ કેદારી પવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો