આદેશ:આશ્રય યોજનામાં ગોટાળોઃ લોકાયુક્તને તપાસના આદેશ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 1844 કરોડના આ ગોટાળામાં રાજ્યપાલનો શિવસેનાને આંચકો

વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી પરથી મહાવિકાસ આઘાડી સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે લેટર વોર આખા રાજ્યએ જોયો. આ પ્રકરણમાં રાજ્યપાલનો જ હાથ ઉપર રહ્યો હતો. આ પ્રકરણ તાજું જ છે ત્યાં હવે રાજ્યપાલે શિવસેનાને વધુ એક આંચકો આપ્યો છે.

મુંબઈ મહાપાલિકાની આશ્રય યોજનામાં કથિત ગેરરીતિની તપાસ કરવાનો આદેશ રાજ્યપાલે લોકાયુક્તને આપ્યો છે. મુંબઈ મહાપાલિકાની આશ્રય યોજનામામાં રૂ. 1844 કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ અને અમુક નગરસેવકોએ કર્યો હતો.

નોંધનીય છે કે સફાઈ કામગારો માટે આશ્રય યોજનામાંથી પાકાં ઘર બાંધીને અપાય છે. આ યોજનાના માધ્યમથી સફાઈ કામગારોની 39 કોલોનીઓનો પુનર્વિકાસ કરવામાં આવવાનો છે. આ યોજનામાં હમણાં સુધી મુંબઈ મહાપાલિકાએ રૂ. 1833 કરોડનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ પ્રસ્તાવ પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જોકે તે પછી પણ પ્રસ્તાવ મંજૂર થયા પછી ભાજપની સ્થાયી સમિતિના સભ્ય વિનોદ મિશ્રાએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદની દખલ લઈને રાજ્યપાલે આ પ્રકરણની લોકાયુક્તને તપાસ કરવાની સૂચના આપી છે.

અગાઉ પણ તપાસનો આદેશ : અગાઉ પરિવહન વિભાગમાં બઢતી માટે લાખ્ખો રૂપિયાની વસૂલી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ રાજ્યપાલ પાસે આવેદનમાં આપીને કર્યો હતો. તે અનુસાર રાજ્યપાલે લોકાયુક્તને આદેશ આપીને આ પ્રકરણની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

તપાસમાંથી શું બહાર નીકળશે
મહાપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ સક્રિય બની ગયા છે અને શિવસેનાને પછડાટ આપવા માટે એક પછી એક ગોટાળા બહાર લાવી રહ્યા છે. આને કારણે આગામી દિવસોમાં તપાસમાંથી શું બહાર નીકળે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...