• Gujarati News
  • Local
  • Mumbai
  • SBI's Research Report Raises Concerns Over Spending On Free Schemes In Addition To Farmers' Debt Waiver

રિપોર્ટ:એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં ખેડૂતોની દેવામાફી ઉપરાંત નિ:શુલ્ક યોજનાઓ પર વધુ ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરાઇ

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક રાજ્યો જૂની પેન્શન યોજના બહાલ કરી રહ્યા છે તે ચિંતાજનક
  • રાજ્યોએ આવક અનુસાર ખર્ચને પ્રાધાન્ય આપવું આવશ્યક: SBI રિપોર્ટ ​​​​​​​

ભારતીય સ્ટેટ બેન્કના એક રિસર્ચ રિપોર્ટમાં રાજ્યો દ્વારા ખેડૂતોને દેવામાફી ઉપરાંત નિ:શુલ્ક યોજનાઓ અને જૂની પેન્શન યોજનાને ફરીથી શરૂ કરવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક રાજ્યો નિ:શુલ્ક યોજનાઓ પાછળ મોટી રકમ ખર્ચ કરી રહ્યાં છે. કેન્દ્રની જીએસટી વળતરની યોજના જૂનમાં સમાપ્ત થઇ રહી છે ત્યારે તેઓએ આવક પ્રમાણે ખર્ચની પ્રાથમિકતા નક્કી કરવી આવશ્યક છે. જોકે રાજ્યો તરફથી આ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી રહી છે.

બેન્કના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણાની કુલ આવકમાંથી 35% ખર્ચ લોકપ્રિય યોજનાઓ માટે અલગ રખાયો છે. રાજ્યની કરની આવકના હિસાબથી આ ટકાવારી 63% છે. સ્પષ્ટપણે આ વ્યવહારિક નથી. લાંબા સમય સુધી આવું ના ચાલી શકે. રાજ્યો માટે તેનાથી નાણાકીય અછતની સ્થિતિ પણ સર્જાઇ શકે છે તેવી ચેતવણી રિપોર્ટમાં આપવામાં આવી છે. રાજ્યો વધુ ખર્ચ કરી રહ્યા છે. તેઓએ આવકની પ્રાપ્તિ અનુસાર ખર્ચની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ.

રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, પં.બંગાળ અને કેરળ જેવાં રાજ્યોએ આવી યોજનાઓ માટે 5-19% રકમની પ્રતિબદ્વતા જાહેર કરી છે. કરની આવકના હિસાબથી કેટલાંક રાજ્યો માટે આ ટકાવારી 53% છે. રિપોર્ટ અનુસાર કોવિડ-19ને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ નબળી પડી છે.

જે 18 રાજ્યોનો અભ્યાસ કરાયો છે, તેમાં સરેરાશ નાણાકીય નુકસાન 50 બીપીએસથી વધીને રાજ્યની જીડીપીના 4% સુધી પહોંચ્યું છે. જ્યારે 6 રાજ્યોમાં 4% સુધીની નિર્ધારિત સીમા પાર થઇ ચૂકી છે. સાત રાજ્યોમાં બજેટના લક્ષ્યથી વધુ ખોટ જોવા મળી છે. તેમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...