તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરીતિનો આરોપ:સરનાઈક પિતા- પુત્રોની 28 જુલાઈ સુધી ધરપકડ નહીં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન વ્યવહારમાં કરોડોની ગેરરીતિનો આરોપ

મની લોન્ડરિંગ સહિત અન્ય અમુક પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જેમની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે તે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકને મુંબઈ હાઈ કોર્ટને મોટો દિલાસો આપ્યો છે. કોર્ટે સરનાઈક અને તેમના બે પુત્ર અને નિકટવર્તી યોગેશ ચંડેલાની 28 જુલાઈ સુધી ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) અને ટિટવાલા ખાતે એક જમીન વ્યવહારમાં ગેરરીતિ કર્યાનો આરોપ સરનાઈક પર છે. સરનાઈક અને તેમના પુત્ર વિહંગ અને પૂર્વેશ, યોગેશ ચંડેલા પર આ પ્રકરણમાં ઠપકો મૂકવામાં આવ્યો છે. આ જ પ્રકરણમાં ઈડીએ તેમને સમન્સ બજાવ્યા છે. આ સામે તેમણે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ સંબંધમાં વધુ એક પ્રકરણ પ્રસંબિત હોવાથી ઈડીએ ધરપકડની કાર્યવાહી નહીં કરવી એવી માગણી સરનાઈકે કોર્ટમાં કરી હતી.

જસ્ટિસ સંભાજી શિંદે અને જસ્ટિસ નિઝામુદ્દીન જમાદારની ખંડપીઠ સામે મંગળવારે તેની પર સુનાવણી થઈ હતી. અગાઉના એક પ્રકરણમાં સરનાઈકને ધરપકડથી રક્ષણ મળ્યું છે. હવે તે પ્રકરણની નવાં પ્રકરણો સાથે એકત્રિત સુનાવણી લેવાનું ખંડપીઠે નક્કી કર્યું છે. આ સુનાવણી 28 જુલાઈના રોજ થવાની શક્યતા છે. ત્યાં સુધી અગાઉનો આદેશ કાયમ રાખીને સરનાઈકને ધરપકડ જેવી કઠોર કાર્યવાહીથી સંરક્ષણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...