માહિતી:સંસ્કૃત ભાષા વધુ સાત્વિક સ્પંદનો પ્રક્ષેપિત કરે છેઃ સંશોધનનો નિષ્કર્ષ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 રાષ્ટ્રીય અને 11 વિદેશી ભાષાના સંશોધનમાં રસપ્રદ માહિતી બહાર આવી

ભાષા એ અભિવ્યક્તિ અને પરસ્પર સંવાદનું પ્રાથમિક સાધન હોવાથી આપણી બોલી ભાષા આપણા જીવનનો એક મોટો ભાગ હોય છે. આપણી માતૃભાષા કઈ હોવી જોઈએ એ આપણા હાથમાં નથી, પરંતુ સાત્વિક ભાષા શીખવી એ આપણા હાથમાં છે. સંશોધન માટે ચૂંટેલી 8 રાષ્ટ્રીય અને 11 વિદેશી ભાષામાંથી ‘સંસ્કૃત’ અને તે પછી ‘મરાઠી’ ભાષા સૌથી વધુ સાત્વિક સ્પંદનો પ્રક્ષેપિત કરે છે, એમ મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શૉન ક્લાર્કેં જણાવ્યું હતું.

તેઓ નવી દિલ્હી ખાતે આયોજિત 25મી ઇંડિયા કૉન્ફરન્સ ઑફ વેવ્હસ ઑન ‘ધ કન્સેપ્ટ ઑફ લિબર્ટી ઍંડ ઇક્વૉલિટી ઇન વેદિક પર્સ્પેક્ટિવ’ આ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદમાં બોલી રહ્યા હતા. પરિષદમાં ‘સૌથી વધુ લોકપ્રિય ભાષા અને તેની લિપિમાંના સૂક્ષ્મ સ્પંદનો’ આ શોધનિબંધ પ્રસ્તુત કરી રહ્યા હતા. આયોજન ‘ધ વાઈડર અસોસિયેશન ફૉર વેદિક સ્ટડીઝ (વેવ્હસ) નવી દિલ્હી’એ કર્યું હતું. મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક ગુરુ ડૉ. આઠવલેજી આ શોધનિબંધના લેખક છે અને શૉન ક્લાર્ક સહલેખક છે.

સૂક્ષ્મ પરીક્ષણથી કસોટીઓ
કસોટી ૧. ‘સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં અસ્ત પામે છે’, આ વાક્ય 8 રાષ્ટ્રીય અને 11 વિદેશી ભાષાઓમાં ભાષાંતરિત કરવામાં આવ્યું. એક કાગળ પર એક ભાષાનું એમ પ્રત્યેક ભાષામાંનું વાક્ય જુદા ‘એ 4’ આકારના કોરા કાગળ પર છાપવામાં આવ્યું. ત્યાર પછી તે પ્રત્યેક કાગળમાંથી પ્રક્ષેપિત થનારી સૂક્ષ્મ ઊર્જાનો અભ્યાસ યુનિવર્સલ ઑરા સ્કૅનરના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો.

કેટલીક ભાષાઓમાંથી કેવળ નકારાત્મક ઊર્જા, કેટલીકમાંથી સકારાત્મક અને નકારાત્મક ઊર્જા, જ્યારે કેટલીકમાંથી કેવળ સકારાત્મક ઊર્જા પ્રક્ષેપિત થતી હતી. દેવનાગરી લિપિની ભાષાઓમાં અન્ય ભાષાઓની તુલનામાં વઘુ સકારાત્મક ઊર્જા મળી આવી. સંસ્કૃત ભાષામાં સૌથી વધુ સકારાત્મક ઊર્જા હતી અને તેનું પ્રભામંડળ 14.21 મીટર હતું. તેના ક્રમમાં તરત નીચે મરાઠી ભાષામાં સકારાત્મક ઊર્જા મળી આવી.

અન્ય સમાચારો પણ છે...