• Gujarati News
  • Local
  • Mumbai
  • Sanjay Kinekar Of BJP From Aurangabad For A Seat In The Legislative Council, While Late From Congress. Dr. Rajiv Satwan's Wife. Tickets To Pragya

રાજકારણ:વિધાન પરિષદની એક સીટ માટે ઔરંગાબાદથી ભાજપના સંજય કિણેકર, તો કોંગ્રેસ તરફથી સ્વ. રાજીવ સાતવના પત્ની ડો. પ્રજ્ઞાને ટિકિટ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 નવેમ્બર અરજી ભરવાની અંતિમ મુદત, 29 નવેમ્બરે ચૂંટણી અપેક્ષિત

સ્વ. કોંગ્રેસ નેતા રાજીવ સાતવના પત્ની ડો. પ્રજ્ઞા સાતવને કોંગ્રેસ તરફથી વિધાન પરિષદની એક સીટ માટે ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. આ સીટ માટે ભાજપે ઔરંગાબાદ ભાજપ અધ્યક્ષ સંજય કિણેકરને ઉમેદવારી આપવામાં આવી છે એવી માહિતી ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આપી હતી. અમે આ ચૂંટણી લડવાના છીએ એમ તેમણે જણાવ્યું હતું. જુલાઈ 2024 સુધી વિધાન પરિષદની આ સીટની મુદત છે. એક સીટ માટે સભ્યની પસંદગી વિધાનસભ્યો કરવાના હોવાથી અને મહાવિકાસ આઘાડી સરકાર પાસે બહુમતી હોવાથી કોંગ્રેસનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.

આ સીટ પર ચૂંટાઈ આવશે તો રાજીવ સાતવના નિધન બાદ તેમનો રાજકીય વારસો જળવાશે.આ ખાલી થયેલી સીટ માટે કોંગ્રેસ તરફથી ચંદ્રકાંત હંડોરે, નસીમ ખાન, જિતેન્દ્ર આવ્હાડના નામની ચર્ચા હતી. કોંગ્રેસ નેતા શરદ રણપિસેના નિધનના લીધે આ ખાલી સીટ પર કોંગ્રેસમાં ઘણાં ઈચ્છુકો હતા. 29 નવેમ્બરના આ સીટ માટે ચૂંટણી અપેક્ષિત છે અને 16 નવેમ્બર અરજી ભરવાની અંતિમ મુદત છે. શરદ રણપિસેના રૂપે અનુસૂચિત જાતિને નેતૃત્ત્વ કોંગ્રેસે વિધાન પરિષદમાં આપ્યું હતું. તેથી આ સીટ આ સમાજને જ મળશે એવો તર્ક લગાવતા કોંગ્રેસમાં કેટલાક ઈચ્છુકો આગળ આવ્યા હતા.

ભૂતપૂર્વ મંત્રી ચંદ્રકાંત હંડોરે, રમેશ બાગવે સહિત મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસમાં તાજેતરમાં જ જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા જિતેન્દ્ર દેહાડે પણ ઈચ્છુકોમાં હતા. રણપિસે પછી વિધાન પરિષદમાં કોંગ્રેસનો અનુસૂચિત જાતિનો એક પણ ઉમેદવાર નથી. બીજી તરફ વિધાન પરિષદના માધ્યમથી સાતવ કુટુંબને ભવિષ્યમાં રાજકારણ માટે તક આપવામાં આવે છે એ બાબતે બધાને ઉત્સુકતા હતી. આખરે પ્રજ્ઞા સાતવને ટિકિટ આપવામાં આવી છે. શરદ રણપિસના નિધન બાદ બાકીના ચાર વર્ષની ટર્મ એટલે કે 27 જુલાઈ 2024 સુધીની મુદત નવા ચૂંટાયેલા સભ્યને મળશે.

અન્ય સમાચારો પણ છે...