રેવ પાર્ટીનો પર્દાફાશ:સેનિટરી પેડ, અંડરવેરમાં ડ્રગ્સ છુપાવીને ક્રુઝ પર લઈ જવાયું

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલીવૂડની હસ્તીઓનું ફરી એક વાર ડ્રગ્સ કનેકશન બહાર આવ્યું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મુંબઈ નજીક ક્રુઝમાં ચાલતી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યા બાદ ત્યાંથી કોકેઈન, ગાંજો, એમડી સહિતનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ અંગે કેટલાક જણની પૂછપરછમાં સેલિબ્રિટીઓ દ્વારા જ વિવિધ માર્ગે ચોરીછુપીથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું એવું બહાર આવ્યું છે.

લેન્સની ડબ્બી, લેડીઝ પર્સનું હેન્ડલ, સેનિટરી પેડ્સની અંદર ડ્રગ્સ છુપાવીને સેલિબ્રિટીઓ લાવ્યા હતા. ઉપરાંત અમુક લોકોએ અંડરવેરમાં વિશિષ્ટ સિલાઈ હેઠળ તો અમુકે પેન્ટમાં વિશિષ્ટ સિલાઈ કરીને તેમાં ડ્રગ્સ છુપાવીને લાવ્યા હતા, એમ એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ગયા વર્ષે આત્મહત્યા કર્યા પછી આ હત્યા છે કે કેમ તેની તપાસ ચાલતી હતી ત્યારે બોલીવૂડ અને ડ્રગ્સ કનેકશન બહાર આવ્યું હતું. તેની તપાસ પછી એનસીબી દ્વારા હાથમાં લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા. સુશાંતસિંહ પોતે ડ્રગ્સ લેતો હતો, પરંતુ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ પણ તેની સાથે ડ્રગ્સ લેતી હતી એવું બહાર આવ્યું હતું.

.અમુક અભિનેત્રીઓ તો સુશાંતસિંહે મુંબઈની બહાર ભાડા પર લઈ રાખેલા એક બંગલોમાં સુશાંત સાથે જતી હતી, જ્યાં પછી તેમની ડ્રગ્સ પાર્ટી થતી હતી. આવી બે ટોચની અભિનેત્રીનાં નામ બહાર આવ્યાં હતાં. એનસીબીને સેલિબ્રિટીઓનું એક વ્હોટ્સએપ ગ્રુપ મળી આવ્યું હતું, જેની પરથી ટોચની અભિનેત્રીઓ ડ્રગ્સ લેતી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...