દીક્ષાંત સમારોહ:મુંબઈના હીરાના વેપારીનો ઉચ્ચ શિક્ષિત પુત્ર સંયમ માર્ગે

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના જૈન સમાજના હીરાના વેપારી અજય હીરાવતનો પુત્ર અંશકુમાર ભગવાન મહાવીરની રાહ પર ચાલવા માટે અનેક મહિનાઓથી ઉઘાડા પગે પોતાને મજબૂત કરી રહ્યો છે. 9 ડિસેમ્બરે સામૂહિક દીક્ષામાં તે પણ સંયમને માર્ગે ચાલી પડશે. દાદર પૂર્વ સ્વામિનારાયણ મંદિર સભાગૃહમાં આ ઉચ્ચ શિક્ષિત 23 વર્ષીય યુવાનનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં જૈન સમાજના આગેવાનોએ વક્તવ્ય કર્યું હતું.

અંશકુમાર પાસે કોઈ પણ ચીજની ઓછપ નથી. મોટા અને સંપન્ન પરિવારનો હોવા છતાં મોક્ષની પ્રાપ્તિ અને ભગવાન મહાવીરના અનમોલ વચનને આખી દુનિયામાં અત્યંત સુંદર રીતે પ્રચાર અને પ્રસાર માટે પોતાનું આખું જીવન જૈન ધર્મને સમર્પિત કરી દીધું છે. અંશે પોતાના આ ત્યાગ અને સમર્પણથી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે, એમ મુંબઈના ભૂતપૂર્વ ઉપમેયર બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું હતું. જૈન સમાજના આગેવાન નરેન્દ્ર હીરાવતે જણાવ્યું કે આ નશ્વર સંસારમાં જીવ ક્ષણભંગુર છે. અંશે માત્ર 23 વર્ષની ઉંમરે પોતાને મોક્ષગામી બનાવવાનું નક્કી કર્યું છે. તેની પાસે પૈસા અને વેપાર બંને છે, પરંતુ તેણે જૈન ધર્મનો સૌથી મુશ્કેલ માર્ગ વૈરાગ્ય ચૂંટ્યો છે.

કવિ યુગરાજ જૈને પોતાની ઓજસ્વી વાણી અને કવિતાથી આશીર્વાદ આપ્યા હતા. આ સમયે ભાજપના મુંબઈ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા, જલિસ તાતેડ, વિપિન દોષીએ પણ આશીર્વાદ આપ્યા હતા. મહિલાઓએ શરૂઆતમાં મંગલ ગાયન કર્યું હતું. જૈન રત્ન હિતૈષી શ્રાવક સંઘ મુંબઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુમુક્ષુની રથ પર શોભાયાત્રા ગોખલે રોડથી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિર પર સમાપ્ત થઈ હતી. ગૌતમચંદ મહેતા, સુરેન્દ્ર મહેતા, મોફતરાજ મુનોત, વીરેન્દ્ર ડાગા, પુખરાજ મહેતા, અમર બાફનાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...