વિવાદ:સમીર વાનખેડે ચૈત્યભૂમિ પર જતાં સમર્થકો - વિરોધીઓની હમરીતુમરી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાબ મલિકે કહ્યું, વાનખેડે ચૈત્યભૂમિ પર પહેલી વાર વાર દેખાયા, નમાજમાં નિયમિત દેખાતા

એનસીબીના વિભાગીય સંચાલક સમીર વાનખેડેએ મુંબઈમાં દાદર સ્થિત ચૈત્યભૂમિ પર હાજરી આપી હતી. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિતે વાનખેડેએ ચૈત્યભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકર અને સમીર વાનખેડે વચ્ચે ચર્ચા થઈ હતી. જોકે આ ચર્ચા શેના પર થઈ એની વિગત મળી નહોતી.

બીજી તરફ વાનખેડેના વિરોધમાં ચૈત્યભૂમિ પર ઘોષણાબાજી કરવામાં આવી હતી. તેથી સમીર વાનખેડેના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હમરીતુમરી થઈ હતી. તેથી થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ નિર્માણ થયું હતું. સમીર વાનખેડેને ચૈત્યભૂમિ પર આવવાનો કોઈ નૈતિક અધિકાર નથી એમ જણાવતા ભીમશક્તિ રિપબ્લિકન સેનાના અધ્યક્ષ અનિલ દગડુ કાંબળેએ વિરોધ કર્યો હતો. જો બાબાસાહેબને અંજલિ આપવી હોય તો તેમની વિચારસરણ પ્રમાણે ચાલવું જોઈએ. ભણેલા લોકોએ જ મને દગો આપ્યો અને હાલત ખરાબ કરી એમ બાબાસાહેબે જણાવ્યું હતું. સમીર વાનખેડેને આજે જ ચૈત્યભૂમિ પર જવાની જરૂર કેમ વર્તાઈ? એવો સવાલ તેમણે કર્યો હતો.

દાદર સ્ટેશનની બહાર આંદોલન
ભીમ આર્મીએ દાદર સ્ટેશન પરિસરમાં આંદોલન કર્યું હતું. દાદર સ્ટેશનને ડોકટર બાબાસાહેબ આંબેડકરનું નામ આપવામાં આવે એવી માગણી કરતા આંદોલનકારીઓએ પુલ પર ઘોષણાબાજી કરી હતી. મહાપરિનિર્વાણ દિને અનેક જણ રાજ્ય સાથે જ દેશના જુદા જુદા ભાગોમાંથી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા ચૈત્યબૂમિ પર આવે છે ત્યારે દાદર સ્ટેશનમાં ઉતરે છે. તેથી આ સ્ટેશનને ડોકટર બાબાસાહેબ આંબેડકરનું નામ આપવામાં આવે એવી માગણી અનેક વર્ષોથી કરવામાં આવે છે. સોમવારે આંદોલન કરીને આ માગણીનું પુનરાવર્તન કર્યું હતું.

ભીમ આર્મીના કાર્યકર્તાઓએ પહેલાં દાદર સ્ટેશન સામે આંદોલન કર્યું. એ પછી જય ભીમ જય ભીમ, નામાંતર થવું જ જોઈએ એવી ઘોષણા કરતા કાર્યકર્તાઓ દાદર સ્ટેશનમાં ઘુસ્યા હતા. શરૂઆતમાં પોલીસે તેમનો રોકવાનો પ્રયત્ન કર્યો પણ પછી પરિસ્થિતિ બગડે નહીં એ માટે સખત પોલીસ બંદોબસ્ત રાખીને આંદોલનકારીઓને દાદર સ્ટેશનના બ્રીજ પરથી ઘોષણાબાજી કરતા ચાલતા જવાની પરવાનગી આપવામાં આવી. આંદોલનકારીઓએ પોલીસ બંદોબસ્તમાં જ હાથમાં નામાંતરના પાટિયા પકડીને ચાલતા જતા ઘોષણાબાજી કરીને તાત્કાલીક નામાંતર કરવા સંદર્ભના પગલાં ભરવા એવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...