તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અપમાનજનક પોસ્ટ કરનાર KRK સામે સલમાન કોર્ટમાં

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટની માનહાનિ કરી હોવાનું પણ સલમાન ખાને અરજીમાં જણાવ્યું છે

અભિનેતા સલમાન ખાન અને સ્વઘોષિત ફિલ્મ સમીક્ષક કમલ રાશિદ ખાન (કેઆરકે) વચ્ચેનો વિવાદ સતત ચર્ચામાં રહ્યો છે. સોમવારે સલમાને કોર્ટમાં અરજી દાખલ કરી કેઆરકે વિરુદ્ધ માનહાનિ કરવા અંગે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. કેઆરકેએ સલમાન વિરુદ્ધ નહીં બોલવાનું વચન આપ્યું હોવા છતાં તે સતત અપમાનજનક ટિપ્પણી કરી રહ્યો છે. સલમાને આ કારણોસર માનહાનિના દાવા હેઠળ આ અરજી દાખલ કરી છે, જેમાં તેણે પોતાના વિશે, વ્યવસાય, ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ્સ વિશે કોઈ પણ પ્રકારની કન્ટેન્ટ બનાવવાનું બંધ કરવાના નિર્દેશ આપવાની માગણી કરી છે.

સલમાન ખાને ગયા મહિને કેઆરકે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કેઆરકેના વકીલ મનોજ ગડકરીએ વચન આપ્યું હતું કે, તેના અસીલ આગામી સુનાવણી સુધી સલમાન ખાન સામે કોઈ અપમાનજનક ટિપ્પણી અથવા પોસ્ટ નહીં કરે. સોમવારે સલમાનના વકીલ પ્રદીપ ગાંધીએ એડિશનલ સેશન્સ જજ સી.વી. મરાઠેને કહ્યું હતું કે, કેઆરકેની ખાતરી છતાં તેણે સલમાન વિરુદ્ધ સતત અપમાનજનક પોસ્ટ્સ કરીને કોર્ટની માનહાનિ કરી છે. આ કેસની આગામી સુનાવણી 11 જૂને થશે.

સોશિયલ મિડિયા પર સલમાનને નિશાન
હંમેશની જેમ ફરી એક વાર કેઆરકેએ મંગળવારે સવારે અનેક સોશિયલ મિડિયા પોસ્ટ કરીને સલમાનને નિશાન બનાવ્યો હતો. સલમાનનું નામ લીધા વિના તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, બોલીવૂડના ગુંડા ભાઈનું દુઃખ મારાથી જોવાતું નથી. એક જ સમીક્ષકે આ બિચારાની આખી કારકિર્દીનો અંત લાવી દીધો છે, પરંતુ કારકિર્દી ક્યાં હતી? અભિનયનો એ પણ તેને આવડતો નથી. તે એક સ્ટાર હતો. મને લોકોને આ કહેવામાં થોડો સમય લાગ્યો. સત્યમેવ જયતે.

અન્ય સમાચારો પણ છે...