કાર્યવાહી:કોફી શોપમાં અશ્લિલ ચાળા કરતા પાંચ યુવકો સહિત સગીરાની ધરપકડ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નાંદેડમાં કોફી શોપના નામ હેઠળ યુવક-યુવતીઓને અશ્લિલ હરકતો કરવાની છૂટ આપતી કોફી શોપ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે 5 યુવક અને એક સગીર છોકરીને પોલીસે તાબામાં લીધા હતા. આ કાર્યવાહીથી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. શહેરમાં અંધારી ઓરડીઓ તૈયાર કરીને સગીર યુવતીઓ સાથે અશ્લિલ હરકતો થાય છે એમ અપર પોલીસ ઈન્સ્પેક્ટર વિજય કબાડેના ધ્યાનમાં આવ્યું હતું.

કોફી શોપનો માલિક યુવક-યુવતીઓ પાસેથી રૂપિયા લઈને તેમને જગ્યા ઉપલબ્ધ કરી આપે છે એવી માહિતી પોલીસને મળી હતી. એ અનુસાર પોલીસે કોફી શોપ પર દરોડો પાડ્યો હતો. ખાસ વાત એટલે આ કોફી શોપમાં કોફી બનાવવાના કોઈ સાધન નહોતા. એ સાથે કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી હતી .પોલીસે આ પ્રકરણ બાદ શહેરમાં આવા કોઈ કૃત્ય કરતા હોવાનું ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરવાની હાકલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...