તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુહુના એક મેનહોલમાં દાગીના છુપાવવામાં આવ્યા હોવાથી એ ચર્ચામાં આવ્યું છે. જુહુ પોલીસે એક સગીર આરોપીની ધરપકડ કરીને એની પાસેથી રૂ. 21,00,000ના દાગીના હસ્તગત કર્યા છે. આ દાગીના એણે એક મેનહોલમાં છુપાવીને રાખ્યા હતા. જુહુના નહેરુનગરમાં રહેતા પૂજા દેવેન્દ્ર મહાબળેશ્વરથી પાછા ફર્યા ત્યારે ઘરમાંથી સોનાચાંદીના લગભગ રૂ. 21,00,000ના દાગીના ચોરી થયા હોવાનું જણાયું હતું. જુહુ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શશીકાંત માનેના માર્ગદર્શન હેઠળ સહાયક નિરીક્ષક હિરાલાલ બિરાડકરે તપાસ શરૂ કરી હતી. બિરાડકરે નહેરુનગર પરિસરમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
દેવેન્દ્ર કુટુંબ ઘરમાં ન હોવાની પાકી માહિતી હોવાથી જ આ ચોરી કરવામાં આવી હોવાથી આસપાસના પરિસરમાં જ આરોપી હોવાની શક્યતા હતી. પરિસરના યુવાનોની, ગુનેગારી પ્રવૃત્તિઓના લોકોની માહિતી ભેગી કરવામાં આવી રહી હતી ત્યારે એક સગીર છોકરાએ મિત્રોને પાર્ટી આપવા માટે બિયરની બાટલીઓ અને અન્ય વસ્તુઓ મગાવી હોવાની ખબર મળી હતી. આ સગીરની માહિતી કાઢતા એ નવમા ધોરણમાં નાપાસ થયેલો બેરોજગાર છે અને એના પિતા ટેમ્પોચાલક હોવાનું જાણવા મળ્યું હતું.
શરીર પરના ઉઝરડાએ પોલ ખોલી
જો કે આરોપી ચોરી કરેલા દાગીના વિશે એ કંઈ જ જણાવતો નહોતો. પૂછપરછ દરમિયાન એના શરીર પર ઉઝરડા દેખાતા પોલીસે એ બાબતે પૂછ્યું. ત્યારે પોતે ગટરમાં ઉતર્યો હતો એમ સગીરે જવાબ આપ્યો. એ જ ગટરમાં ઉતર્યો હતો એ ગટરની અંદર તપાસ કરતા પોલીસને છુપાવેલા દાગીનાઓ મળી આવ્યા હતા. આ સગીર છોકરો મોબાઈલ ચોર છે અને ચોરી કરેલા મોબાઈલ પણ એ આમ જ છુપાવતો એમ તપાસમાં જણાયું હતું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.