તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડ્રગ માફિયાનો સાગરીત 6 મહિને ડોંગરીથી ઝડપાયો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.18 કરોડનું ડ્રગ અને શસ્ત્રો જપ્ત

નાર્કોટિક્સ કન્ટોલ બ્યુરો (એનસીબી)એ ડ્રગ માફિયા ચિન્કુ પઠાણની નજીક ગણાતા મહમ્મદ જમન હિદતુલ્લા ખાન ઉર્ફે સોનુ પઠાણની રવિવારે રાત્રે ડોંગરી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. એનસીબી લાંબા સમયથી સોનુ પઠાણની શોધ કરી રહી હતી તે ડોંગરીની લેડી ડોન ઇકરા કુરેશીનો બોસ પણ છે, જેની અગાઉ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

સોનુ પઠાણ છેલ્લા 6 મહિનાથી ફરાર હતો અને એનસીબી તેની શોધ ચલાવી રહી હતી. અગાઉ એનસીબીએ અનેક વખત તેને સમન્સ પાઠવવા છતાં તે સમક્ષ હાજર થતો નહોતો. આખરે રવિવાર રાત્રે વિશ્વસનીય માહિતીને આધારે તેને ઝડપી લેવાયો હતો.

સોનુ પઠાણ વિરુદ્ધ મુંબઈના અનેક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. સોનુ પઠાણ એનસીબીના 3 કેસમાં ફરાર હતો. આરોપી સોનુ પઠાણ મુંબઇનો ખતરનાક ગેંગસ્ટર છે અને તેની વિરુદ્ધ પાયધુની, ડોંગરી, કાલાચોકી અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. પરવેઝ ખાન અને આરીફ ભુજવાલા જેવા મોટા એમડી (એક પ્રકારનું ડ્રગ) તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. સોનુ આ ગેંગ સાથે જોડાયેલો હતો. આ ગેંગ પાસેથી 5.375 કિલો મેફેડ્રોન (એમડી), 6.126 કિલો એફેડ્રિન, 990 ગ્રામ મેથાફિટામાઇન, આઈઆરઆર રૂ .2, 18,25,600 / - અને 2 શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં છે.

મહંમદ અલી રોડથી બે તસ્કરો ઝડપાયા
બીજા એક કેસમાં એનસીબી મુંબઇની ટીમે મુંબઇના મહંમદ અલી રોડ પરથી 57 ગ્રામ એમડી કબજે કર્યું હતું અને બે આરોપીને અટકાવ્યા હતા. મહમ્મદ અલી રોડના આસિફ ઇકબાલ શેખ અને બોરીવલી પૂર્વના પ્રણવ શાહ બંને સ્થાનિક ગ્રાહકને એમડી ડ્રગ પહોંચાડવા જતાં તેઓ પકડાયા હતા. તેમનું નેટવર્ક મહંમદ અલી રોડની આસપાસ સક્રિય છે અને તેઓ સ્થાનિક બંધાણીઓને અને એમડીના તસ્કરોને ડ્રગ્સ પૂરું પાડતા હતા.

અન્ય સમાચારો પણ છે...