તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Sadhvi Pragya Singh Absent In Malegaon Blast Case On Thursday, Seven Accused Including Sadhvi Directed To Appear On December 19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દેશ:માલેગાવ ધડાકા કેસમાં ગુરુવારે સાધ્વી પ્રજ્ઞાસિંહ ગેરહાજર રહ્યાં, 19 ડિસેમ્બરે સાધ્વી સહિત સાત આરોપીઓને હાજર થવાના નિર્દેશ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

2008ના માલેગાવ બોમ્બધડાકાનો કેસ ગુરુવારથી મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટમાં શરૂ થવાનો હતો, પરંતુ આ કેસનાં આરોપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત કેટલાક આરોપીઓ હાજર થયાં નહોતાં. આથી કોર્ટે 19 ડિસેમ્બરે પ્રજ્ઞાસિંહ સહિત સાત આરોપીઓને હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા છે, જ્યારે આ કેસની સુનાવણી શુક્રવારથી નિયમિત ધોરણે શરૂ કરવામાં આવશે.

વિશેષ એનઆઈએ કોર્ટના જજ પી આર સિત્રેએ સર્વ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો, પરંતુ પ્રજ્ઞાસિંહ, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી હાજર થયાં નહોતાં. છેલ્લે પ્રજ્ઞાસિંહ ગયા વર્ષે જૂનમાં હાજર થયાં હતાં, જે સમયે સાત આરોપીને સપ્તાહમાં એક વાર હાજર થવા આદેશ આપ્યો હતો, પરંતુ તે સમયથી પ્રજ્ઞાસિંહે વિવિધ કારણસર હાજરીમાંથી મુક્તિ મેળવી છે. ગુરુવારે ફક્ત લેફ. કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી અને અજય રાહિકર જજ સામે હાજર થયાં હતાં.

અમે સ્ટે આપ્યો નથીઃ હાઈ કોર્ટ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસ કરવામાં આવેલા આ કેસની નિયમિત સુનાવણી શુક્રવારથી થશે એમ જજે સ્પષ્ટ કર્યું હતું. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ માલેગાવમાં મસ્જિદ નજીક મોટરસાઈકલમાં ગોઠવવામાં આવેલો બોમ્બ ફાટતાં છ જણ માર્યા ગયા હતા, જ્યારે 100 જણ ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2018માં કોર્ટે પુરોહિત, પ્રજ્ઞાસિંહ અને પાંચ અન્ય સામે આતંકવાદના આરોપ ઘડ્યા હતા. કેસ માર્ચથી સુનાવણીમાં લેવાનો હતો, પરંતુ મહામારીને લીધે શક્ય બન્યું નહોતું. ઉપરાંત અગાઉના જજ વી એસ પડલકરની નિવૃત્તિને લઈ પણ કેસ વિલંબમાં મુકાયો છે. એનઆઈએ અનુસાર 400માંથી 140 સાક્ષીદાર તપાસવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો