તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટીલીયા કેસ:સચીન વાઝે સંગઠિત ગુનાખોર ગેન્ગનો બોસ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ...તો વિસ્ફોટકોનું કાવતરું રહસ્યમય બની રહ્યું હોત

ક્રિકેટ પર સટ્ટો ચલાવતા બુકીઓ, ડ્રગ્સની હેરાફેરી કરનારા તસ્કરો, બારવાળા પાસેથી હપ્તા વસૂલ કરવા સુધી મુંબઈમાં ચાલતી લગભગ દરેક ગુનાખોરીની સિન્ડિકેટનો સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે બોસ બની ગયો હતો એમ તેની જોડે ભૂતકાળમાં કામ કરી ચૂકેલા કેટલાક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.વાઝેએ ક્રિકેટ પર સટ્ટો અને હવાલાના અનેક કેસ હાથ ધર્યા હતા, જેને લઈ દેખીતી રીતે જ આ સિન્ડિકેટ સાથે નજીક આવ્યો હતો.]

હાલમાં તેણે યુનાઈટેડ આરબ અમીરાત અને અન્ય મધ્ય પૂર્વના દેશોમાંથી ગુનાખોરી ચલાવતા ક્રિકેટ સટ્ટાની સિન્ડિકેટ સાથે પણ કડી વિકસાવી હતી, એમ વાઝે સાથે કામ કરી ચૂકેલા એક ભૂતપૂર્વ પીઆઈએ જણાવ્યું હતું.એનઆઈએ દ્વારા આ સર્વ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત તેણે જિલેટિન સ્ટિક્સ, અન્ય ગેજેટ્સ, સિમ કાર્ડસ પ્રાપ્ત કરવા માટે કોની મદદ લીધી હતી. ભંડોળની વ્યવસ્થા કઈ રીતે કરતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. વાઝે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદેને મોટો પગાર આપતો હતો.

શિંદેને બોગસ પોલીસ એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદ થઈ હતી, જે પેરોલની રજા પર આવ્યા બાદ વાઝે સાથે તેના ગોરખધંધામાં જોડાઈ ગયો હતો. શિંદે વાઝે માટે ભંડોળ ભેગું કરતો હતો. અન્ય સસ્પેન્ડેડ પોલીસો પણ વાઝે સાથે સંપર્કમાં હતા.ભાજપના વિધાનસભ્ય રામ કદમે જણાવ્યું હતું કે મારી માહિતી અનુસાર કોવિડ-19ને નામે સરકારે બાર રાત્રે 11 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો તેની પાછળ ચુનંદા બારને ચાલુ રાખવા દઈને તેમની પાસેથી હપ્તા વસૂલ કરવાનો ઈરાદો હતો.

આ કામ વાઝેને સોંપવામાં આવ્યું હતું. મુંબઈના એક બુકી અનુસાર વાઝે રાજ્યના સક્રિય વિવિધ ક્રિકેટ પર સટ્ટો લેતી સિન્ડિકેટ પાસેથી પણ ભંડોળ ભેગું કરતો હતો.આના જ ભાગરૂપ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો મૂકીને ડરાવીને પૈસા પડાવવાની યોજના હોવી જોઈએ એવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો