તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Sachin Waze Discusses With Commissioner For Two Hours, Refuses To Comment On Transfer Proceedings

વિસ્ફોટક પ્રકરણ:સચિન વાઝેની બે કલાક સુધી કમિશનર સાથે ચર્ચા, બદલીની કાર્યવાહી બાબતે ટિપ્પણીનો ઈનકાર

મુંબઇ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાણીના ઘર નજીકથી મળી આવેલા વિસ્ફોટકો પ્રકરણમાં થાણેના રહેવાસી મનસુખ હિરનના મૃત્યુને લઈને કોકડું ગૂંચવાયું છે. મનસુખની પત્ની વિમલાએ વાઝેએ જ પોતાના પતિને મારી નાખ્યો છે એવું એટીએસમાં નોંધાવવામાં આવેલા જવાબમાં જણાવ્યું હોવાથી આ પ્રકરણને નવો જ વળાંક આવ્યો છે. આ મામલો રાજ્ય વિધાનમંડળનાં બંને ગૃહોમાં વિરોધી પક્ષે પકડી રાખતાં સત્તાધારીઓ ભીંસમાં આવી ગયા છે. આને કારણે બુધવારે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝેની બદલી કરવાની ઘોષણા કરવાની ફરજ પડી હતી.

ઝડપથી બની રહેલા ઘટનાક્રમમાં બીજી બાજુ વાઝેએ પોલીસ કમિશનર પરમવીર સિંહ સાથે બુધવારે પોલીસ મુખ્યાલયમાં બે કલાક સુધી ચર્ચા કરી હતી. તેઓ બહાર આવ્યા પછી બદલી વિશે પ્રતિક્રિયા પૂછતાં કશું પણ બોલવાનો ઈનકાર કરી દીધો હતો. હું અધિકૃત રીતે મારું નિવેદન આપીશ એમ જણાવીને તેમણે વાત ટાળી હતી.

જોકે વાઝેની બદલીથી વિરોધી પક્ષને સંતોષ નથી. તેઓ વાઝેને સસ્પેન્ડ કરવામાં આવે, તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે એવી માગણી કરી રહ્યા છે. ખાસ કરીને મનસુખ હિરનની પત્ની વિમલાએ વાઝે વિશે આપેલી માહિતીને આધારે વિરોધી પક્ષે માગણી પકડી રાખી છે, જેને લીધે સરકાર પણ ભીંસમાં આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...