તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:સચિન વાઝે અને નાળાસફાઈના કનેકશનની તપાસ કરવાની માગ

મુંબઇ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા વસૂલ કરવાની જવાબદારી વાઝે પર હતી

નાળાસફાઈ કરનારા કોન્ટ્રેકટર પાસેથી રૂપિયા વસૂલ કરવાની જવાબદારી સચિન વાઝે પર હતી એવો આરોપ કરતા વાઝે અને નાળાસફાઈના કામના કનેક્શનની તપાસ થવી જોઈએ એવી માગણી ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે કરી હતી. થોડા દિવસ પહેલાં આશિષ શેલારે મુંબઈમાં નાળાસફાઈના કામ બાબતે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. એ પછી સોમવારે તેમણે મુંબઈમાં નાળાસફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું.

નાળાસફાઈનું નિરીક્ષણ કર્યા પછી આશિષ શેલાર જણાવ્યું કે સચિન વાઝેને મહાપાલિકાના કોન્ટ્રેકટરો પાસેથી રૂપિયા વસૂલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ માહિતી કોર્ટના રેકોર્ડમાં છે. તેથી નાળાસફાઈના કામોની અને વાઝેની તપાસ કરવામાં આવે.મુંબઈ મહાપાલિકાની મોનસૂન પૂર્વેની તૈયારીઓ પૂરી થઈ નથી. નાળાસફાઈના કામ 100 ટકા પૂરા થયાનો મહાપાલિકાનો દાવો ખોટો છે.

કાદવ ક્યાં નાખ્યો એના ફોટા બતાવો
થોડા દિવસ પહેલાં આશિષ શેલારે પત્રકાર પરિષદ યોજી હતી. મુંબઈમાં 30 વોર્ડ એવા છે જે શિવસેના અને કોંગ્રેસ કયારેય જીતી નહીં શકે. તેથી આ વોર્ડમાં ફોડવાનું રાજકારણ ચાલુ છે એવો આરોપ કરતા શેલાર નાળાસફાઈના કાદવ બાબતે સવાલ ઊભા કર્યા હતા. રૂ. 70 કરોડ ખર્ચ કરીને કરેલી નાળાસફાઈ સંપૂર્ણ આભાસી છે. આ બાબત દાવાની નહીં પણ વિવાદની છે.

અન્ય સમાચારો પણ છે...