નારાજી:પટોલેથી નારાજગી બાદ સચિન સાવંતનું રાજીનામું

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી નિયુક્તિઓને લીધે નારાજી બહાર આવી

કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કરેલી નવી નિયુક્તિઓને લીધે કોંગ્રેસમાં અંતર્ગત નારાજી સપાટી પર આવી છે. સચિન સાવંતે પક્ષના પ્રવક્તાપદેથી રાજીનામું આપી દીધું છે. સાવંત કોંગ્રેસ વતી વિવિધ વાદવિવાદ કાર્યક્રમોમાં જોરદાર રજૂઆત કરવા માટે જાણીતા છે. મોદી સરકાર પર કડવી ટીકા કરવા માટે પણ તેઓ જાણીતા છે. જોકે તાજેતરમાં સાવંત પક્ષમાં નારાજ છે. હાઈ કમાન્ડને પત્ર લખીને પ્રવક્તાપદની જવાબદારીમાંથી મુક્ત કરવાની તેમણે વિનંતી કરી છે.છેલ્લાં 10 વર્ષથી સચિન સાવંતે પક્ષના મિડિયા ઈનચાર્જ તરીકે કામ કર્યું છે.

નાના પટોલે પ્રદેશાધ્યક્ષ થયા પછી તેમને અવગણના કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. તેમાં વળી પક્ષમાં મુખ્ય પ્રવક્તાપદ તૈયાર કરીને તે પદ પર સચિન સાવંતને અવગણના કરીને અતુલ લોંઢેની નિયુક્તિ કરવામાં આવી. આને કારણે સાવંતે પ્રવક્તાપદેથી રાજીનામું આપી દીધું હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ નિયુક્ત કરેલા નવા પદાધિકારીઓને જવાબદારીઓ વહેંચવામાં આવી છે. લોંઢેને તેમાં મુખ્ય પ્રવક્તાપદે નિયુક્તિ કરવામાં આવી છે. આઘાડી સંઘટના, વિભાગ અને સેલની જવાબદારી માજી મંત્રી સુનિલ દેશમુખને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...