વિડિયો વાઈરલ:વસઈમાં 2000ની નોટોનો વરસાદ થતાં લોકોની દોડધામ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન સાઈડમાં મુકીને નોટો એક્ઠી કર્યા પછી ખબર પડી નોટો નકલી છે

અમુક વિસ્તારમાં નોટોનો વરસાદ વરસ્યો એમ કહેવામાં આવે તો કોઈ ભાગ્યે જ તેની પર વિશ્વાસ રાખે છે. જોકે વસઈમાં ભરચોકમાં રૂ. ૨૦૦૦ની નોટોથી રસ્તો ઊભરાઈ જતાં તે લેવા માટે નાગરિકોએ દોડાદોડ કરી મૂકી હતી. જોકે નોટો નકલી હોવાની જાણ થતાં તેઓ નિરાશ થઈ ગયા હતા.

સોશિયલ મિડિયા પર આ વિડિયો વાઈરલ થઈ ગયો છે. વસઈના મધુબન ખાતે ભરચોકમાં રૂ. ૨૦૦૦ની નોટો પડેલી દેખાતાં કામધંધે જવા નીકળેલા અનેક લોકો ત્યાં ઊભા રહી ગયા હતા અને નોટો ભેગી કરવાનું શરૂ કર્યું હતું. વળી, તેમને જોઈને અમુક લોકોએ કાર બાજુમાં પાર્ક કરીને નોટો વણવાનું શરૂ કર્યું હતું.

અમુક લોકો તો ઝાડુથી નોટો ભેગી કરતા પણ વિડિયોમાં જોવા મળી રહ્યા છે.જોકે ટૂંક સમયમાં જ તેમને ખબર પડી કે આ નોટો નકલી છે, જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા અને નોટો ત્યાં જ ફેંકીને જતા રહ્યા હતા. દરમિયાન પોલીસ પણ આ વાતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી તપાસ કરતાં વેબ સિરીઝ માટેની આ નકલી નોટો હોવાનું જણાયું હતું. જોકે તે રસ્તા પર આ રીતે કોણ ફેંકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...