તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલુ છે, પરંતુ બ્રિટન, બ્રાઝિલમાં જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને મૃત્યુ નોંધાઈ રહ્યાં છે તે જોતાં આપણે બેદરકાર નહીં રહેતાં વધુ સાવધાની રાખવાની જરૂર છે, એમ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના પર પ્રસ્તુતિકરણ સમયે જણાવ્યું હતું. સમૂહ પ્રતિકારશક્તિ (હર્ડ ઈમ્યુનિટી)ને લીધે આપણે ત્યાં નોંધનીય રીતે દર્દીઓની સંખ્યા ઓછી છે એવું આપણે માનીએ તો પણ આ રીતે સમૂહ પ્રતિકારશક્તિ પછી પણ યુરોપમાં સંક્રમણની બીજી જોરદાર લહેર આવી છે તે ધ્યાનમાં રાખવું જોઈએ.આ સમયે આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું કે યુકેમાં 20 જાન્યુઆરીના એક દિવસમાં 1820 મૃત્યુ થયાં હતાં,
જ્યારે બ્રાઝિલમાં દરરોજ 1000 મૃત્યુ થઈ રહ્યાં છે. બ્રાઝિલમાં દરરોજ 50,000 દર્દી મળી આવે છે. જૂન – જુલાઈ પછી આ દેશમાં સમૂહ પ્રતિકારશક્તિ આવીને દર્દીઓની સંખ્યા બહુ ઓછી થઈ હતી. જોકે ચાર- પાંચ મહિના પછી કોરોનાના બીજા સ્ટ્રેનનું સંક્રમણ મળી આવ્યું, જે 70 ટકા સંક્રમણ વધુ ફેલાવવાની ક્ષમતા ધરાવતો હતો. હાલમાં જ કરાયેલા નિરીક્ષણમાં આ સ્ટ્રેન સંક્રમણ તેજગતિથી ફેલાવવા સાથે 40 ટકા વધુ મૃત્યુ પેદા કરી શકે એટલો જોખમી હોવાનું જણાયું છે.
હાલમાં ચીનમાં ફેલાયેલા મૂળ વિષાણુ ઉપરાંત બ્રાઝિલિયન, આફ્રિકન, યુકેના વિષાણુના વધુ ત્રણ સ્ટ્રેન દેખાયા છે, જે આપણે ત્યાં ફેલાય નહીં તે માટે વધુ સાવચેતી રાખવી જોઈએ, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.બીજી લહેર નહીં આવે તે માટે રસીકરણ ચાલી રહ્યું હોવા છતાં આરોગ્યના નિયમોનું સખતાઈથી પાલન કરતા રહેવું જોઈએ, કારણ કે કેન્દ્રએ થિયેટરો અને અન્ય અમુક બાબતમાં નિયંત્રણો હટાવ્યા હોવા છતાં અને મહારાષ્ટ્રમાં પણ મોટે ભાગે વ્યવહારો શરૂ કરવા છતાં આપણે મહારાષ્ટ્રમાં સાગમટે નિયંત્રણો ઉઠાવવાના નહીં હોઈ કાળજીપૂર્વક ઉઠાવવામાં આવશે,
એમ તેમણે જણાવ્યું હતું.હજુ પણ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અન્ય માર્ગે સીધા મહારાષ્ટ્રમાં પહોંચી રહ્યા છે તે બાબતે કેન્દ્ર સાથે પત્રવ્યવહાર કર્યો છે, પરંતુ હજુ એક વાર વિનંતી કરીને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને ઊતરે તે જ એરપોર્ટના શહેરમાં ક્વોરન્ટાઈન કરવા જણાવવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના જિલ્લાઓમાં દર્દીમાં વધારો
મહારાષ્ટ્રમાં મૃત્યુ દર નવેમ્બરમાં 2.26, ડિસેમ્બરમાં 1.96, જાન્યુઆરીમાં 1.63 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 4.51 ટકા થયો છે. કોવિડનું પ્રમાણ નીચે જઈ રહ્યું હોવા છતાં અમરાવતી, યવતમાળ, અકોલા, ભંડારા, નંદુરબાર, વર્ધા, રત્નાગિરિ, ગઢચિરોલી, નાંદેડ જિલ્લામાં સાપ્તાહિક દર્દીના વધારાની ગતિ વધુ છે અને તપાસનું પ્રમાણ ઓછું છે. એમ ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું.
સાડાત્રણ લાખ લોકોને રસી અપાઈ
હમણાં સુધી મહારાષ્ટ્રમાં 18 લાખ 2 હજાર કોવિશિલ્ડ અને 1 લાખ 70 હજાર 400 કોવેક્સિન એમ 19 લાખ 72 હજાર 300 રસી પ્રાપ્ત થઈ છે. હમણાં સુધી 3,54,633 લોકોને રસી આપવામાં આવી છે. તેમાં 2,51,048ને કોવિશિલ્ડ અને 3545ને કોવેક્સિન રસી આપવામાં આવી છે. હાલમાં ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.