તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રૂ. 100 કરોડની વસૂલી મામલે વાઝેની પૂછપરછ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરમવીર સિંહની પણ ઈડી પૂછપરછ કરશે

રૂ. 100 કરોડની વસૂલીને મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસની ઝડપ વધારવામાં આવી છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધઈડી તપાસ કરી રહી છે તે આ મની લોન્ડરિંગ પ્રકરણમાં રવિવારે બરતરફ એપીઆઈ સચિન વાઝેની ઈડી દ્વારા નવી મુંબઈની તલોજા જેલમાં છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે કરેલા આરોપો અંગે વાઝે પાસેથી અમુક માહિતી કઢાવવાની હોવાથી અને દેશમુખના બે સહાયકોની પૂછપરછમાંથી બહાર આવેલી માહિતી અંગે વાઝે પાસેથી અમુક મહત્ત્વના મુદ્દાઓની સ્પષ્ટતા કરવા નિવેદન નોંધવામાં આવ્યું હતું.હવે આ પ્રકરણે પરમવીર સિંહનું પણ નિવેદન નોંધવામાં આવશે. પરમવીરે દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલીનો આરોપ કર્યો હતો. પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી, જેને આધારે મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને આધારે મુંબઈ હાઈ કોર્ટે તપાસ કરીને કાર્યવાહી કરવાનો આદેશ સીબીઆઈને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...