તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મની લોન્ડરિંગ:રૂ. 100 કરોડની વસૂલી મામલે દેશમુખના સહાયકોને કસ્ટડી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના બે સહાયકોને વિશેષ પીએમએલએ કોર્ટે મંગળવારે 20 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. રૂ. 100 કરોડ વસૂલી અને મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 26 જૂને દેશમુખના અંગત સચિવ સંજીવ પાલાંડે અને અંગત સહાયક કુંદન શિંદેની ધરપકડ કરી હતી. તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મંગળવારે પાલાંડે અને શિંદેના રિમાન્ડ સમાપ્ત થયા બાદ તેમને વિશેષ જજ એ.એમ. ભોસલે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ઈડીની વિનંતી પર કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અગાઉ ઇડીએ કોર્ટને કહ્યું હતું કે આ ગુનામાં બંને આરોપીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે થોડા દિવસો પહેલાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે દેશમુખે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય એક અધિકારીને મુંબઈના બાર અને રેસ્ટોરાંમાંથી દર મહિને રૂ. 100 કરોડ વસૂલ કરવા જણાવ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનો (સીબીઆઈ) સિંહના આક્ષેપો અંગે મુંબઈ હાઈ કોર્ટના આદેશ પર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેને પગલે ઇડીએ દેશમુખ અને અન્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પૂર્વ કમિશનર પરમવીર સિંહ પર ફરી આરોપ
દરમિયાન મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહનો લેટરબોમ્બ કેસ હજી પણ ચર્ચામાં છે. નાશિક રુરલના ડીવાયએસપી શ્યામકુમાર નિપુંગેએ આરોપ લગાવ્યો છે કે, પરમવીરે થાણેમાં હત્યાનો મામલો બદલીને આત્મહત્યાના કેસમાં ફેરવ્યો હતો અને ખોટા કેસ કરીને મને ફસાવી દીધો હતો. નિપુંગે અનુસાર, જ્યારે તે થાણે જિલ્લાના ભિવંડીમાં ટ્રાફિક પ્રભારી હતો ત્યારે પરમવીરના પૈસા વસૂલવા સામે અવાજ ઉઠાવતો હતો ત્યારે તેને આ માટે સજા કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલની હત્યા, આત્મહત્યા બાદ નિપુંગેએ ઘણા મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી, નિપુંગેએ તે કેસ સાથે સંકળાયેલા દરેક અધિકારી પર નજર રાખી હતી અને પરમવીરની નજીકના કદમ નામના એસીપી પર સ્ટિંગ ઓપરેશન કરીને સત્યને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...