કરચોરી:રૂ. 22 કરોડની જીએસટી ચોરી સંબંધે બે વેપારીઓની ધરપકડ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટી રજિસ્ટર્ડ કાંદિવલી પશ્ચિમની બે કંપનીઓ દ્વારા કરચોરી

મુંબઈ ઝોનના થાણે સીજીએસટી કમિશનરેટના અધિકારીઓએ રૂ. 22 કરોડનું જીએસટી બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ પકડી પાડ્યું છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટ, મુંબઈ સીજીએસટી ઝોને વિશ્વસનીય માહિતીને આધારે આ પ્રકરણમાં પિતા- પુત્રની ધરપકડ કરી છે.

મેસર્સ શાહ એન્ટરપ્રાઈઝીસ અને મેસર્સ યુએસ એન્ટરપ્રાઈઝીસ ફેરસ વેસ્ટ અને ભંગાર વગેરેના વેપાર માટે જીએસટીમાં નોંધણીકૃત છે. બંનેની ઓપિસ કાંદિવલી પશ્ચિમમાં આવેલી છે. અનુક્રમે રૂ. 11.80 કરોડ અને રૂ. 10.23 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લઈને તે મંજૂર કરવાની પ્રક્રિયામાં તેમની સંડોવણી હતી, એવો આરોપ કરવામાં આવ્યો છે.

સીજીએસટી કાયદો 2017ની જોગવાઈનું ઉલ્લંઘનકરીને વસ્તુ અથવા સેવા પ્રાપ્ત નહીં કરતાં નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ બનાવટી સંસ્થાઓ પાસેથી મેળવીને અન્ય નેટવર્કની સંસ્થાઓને આરોપીઓ આપતા હતા. આ બંનેની ધરપકડ કરીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સામે હાજર કરાતાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ રીતે કરચોરી કરવાથી પ્રામાણિક કરદાતાઓને અનુચિત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આથી જ યોગ્ય કર નહીં ભરનાર વિરુદ્ધ સીજીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આગામી થોડા દિવસમાં કરચોરો સામેની આ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવશે, એમ થાણે કમિશનરેટના સીજીએસટી અને સેન્ટ્રલ એકસાઈઝના કમિશનર રાજન ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...