તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિદેશીના પેટમાંથી રૂ. 7 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 જેટલી કેપ્સ્યુલમાં ડ્રગ ભરીને ગળી ગયો હતો

મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે રાત્રે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ. સાત કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એનસીબીના જણાવ્યા અનુસાર, આરોપી ડ્રગ્સ ભરેલી 70 ગોળીઓ ગળી ગયો હતો. એથી તબીબી પ્રક્રિયા દ્વારા ડોક્ટર થકી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું હતું.એનસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને એવી સૂચના મળી હતી કે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી વ્યક્તિ માદક દ્રવ્યો સાથે શહેરમાં આવવાની છે.

આરોપી આફ્રિકન દેશનો નાગરિક છે અને કતાર એરલાઈન્સથી મુંબઈ આવ્યો ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો. તેના પેટમાં માદક પદાર્થ હોવાનું જણાયું હતું.આથી તેને તબીબી પરીક્ષણની કોર્ટમાં પરવાનગી લઈને જે જે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.અહીં એક્સરે અને સોનોગ્રાફી કરતાં તેના પેટમાં ડ્રગ ભરેલી કેપ્સ્યુલ હોવાને સમર્થન મળ્યું હતું.

એનસીબીના અધિકારીઓને જાણવા મળ્યું કે તે આ પ્રતિબંધિત વસ્તુ ગળી ગયો હતો. આથી અમારે તેને તબીબી પ્રક્રિયામાંથી પસાર કરાવવો પડ્યો હતો અને ડ્રગ તેણે ગળેલી કેપ્સ્યુલમાંથી મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...