તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસૂલી:ટ્રાફિકના નિયમો તોડનારા પાસેથી રૂ. 400 કરોડનો દંડ વસૂલવાનો બાકી

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી પોલીસો દંડની રકમ નહીં ભરનારના ઘેર જઈને વસૂલી કરશે

પરિવહનના નિયમ તોડવા માટે વસૂલ કરવામાં આવતા દંડના રૂ. 400 કરોડ જેટલી રકમ બાકી છે અને એ વસૂલ કરવા માટે કોલ સેંટરનો ઝાઝો ઉપયોગ થતો નથી. તેથી હવે ઘેર જઈને દંડ વસૂલ કરવાનો નિર્ણય પોલીસે લીધો છે. દંડ ન ભરનારાઓના ઘરે સોમવારથી પોલીસ બારણે ટકોરા મારશે.

પ્રાદેશિક પરિવહન વિભાગે (આરટીઓ) પરિવહન પોલીસને ઉપલબ્ધ કરી આપેલી વાહન માલિકની વિગતો અધુરી હોવાથી ઈ-ચલન જારી કરવા છતાં એની બજાવણી થતી નથી. તેથી ઈ-ચલનની ધાક હજી નાગરિકોમાં નથી. પરિણામે દંડ ભરવાનું ગંભીરતાથી લેતા નથી અથવા ઈ-ચલન પર દુર્લક્ષ કરે છે. આ માનસિકતાને લીધે પોલીસે બજાવેલા દંડમાંથી 29 ટકા રકમ જ વસૂલ થઈ છે અને હજી લગભગ રૂ. 400 કરોડનો દંડ વસૂલ કરવાનો બાકી છે. આ પહેલાં પોલીસે દંડવસૂલીની ઝડપ વધારવા માટે વિવિધ ઉપક્રમ શરૂ કર્યા હતા. તાજેતરમાં જ પોલીસે એક કોલ સેંટર શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...