તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રૂપિયા 290.70 કરોડનું GST કૌભાંડ, કંપની ડાયરેક્ટરની ધરપકડ થઇ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીની કંપની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ચેનલો પર પ્રસારણ હક આપતી

ફિલ્મ પ્રસારણ હક અને ફિલ્મ બતાવવા માટે પરવાના પ્રાપ્ત સેવા આપવા નોંધણી કરનારી કંપનીના ડાયરેક્ટરની જીએસટી વિભાગ (ડીજીજીઆઈ)ના નાગપુર યુનિટ દ્વારા રૂ. 290.70 કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરીને ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણે મુંબઈ સ્થિત એમ એન્ડ એમ એડવાઈઝર એન્ડ કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર પ્રદીપ અશોક માલણકરની ધરપકડ કરવામાં આવી છે. નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરાવીને તેનો ખોટી રીતે લાભ લેનારી કંપનીની તપાસમાં આરોપીની કંપનીનું નામ બહાર આવ્યું હતું, જે પછી દરોડા પાડવામાં આવ્યા હતા.આ સમયે મળી આવેલા દસ્તાવેજો પરથી ફિલ્મ પ્રોડકશન હાઉસ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલો પર પ્રસારણ માટે ફિલ્મના હકના પરવાના આપવામાં કંપની સંકળાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મોટાં પ્રોડકશન હાઉસે નિર્માણ કરેલી ફિલ્મ માટે પોતાની કંપની એકમાત્ર હક ધારક હોવાનું તેમણે જણાવ્યું હતું. નામાંકિત બેનર દ્વારા નિર્મિત ફિલ્મના હક ખરીદી કરીને આ હક કરાર પદ્ધતિથી અંતર્ગત રાઈટ્સ અસાઈનર પાસે હસ્તાંતરિત કરતી અને તે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ગેરલાભ ઉઠાવતી હતી,કંપનીએ આ રીતે રૂ. 290.70 કરોડના બોગસ વ્યવહાર કર્યા હોવાનું હોવાનું અને અંતિમ લાભાર્થી રાઈટ્સ અસાઈનર પાસે રૂ. 25.22 કરોડનું નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ જપ્ત કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો