દેવદૂત:મોતના મુખમાંથી યુવાનને RPF જવાને બચાવી લીધો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણેમાં શ્વાસ અધ્ધર કરી દેનારી ઘટના

રેલવેનો નિયમ તોડીને ખોટી રીતે એક યુવાન રેલવે પાટા ઓળંગીને પ્લેટફોર્મ પર ચઢવા જતો હતો ત્યારે અચાનક ધાડધાડ કરતી ટ્રેન આવી ચઢી હતી. મૃત્યુ બે સેકંડ જ દૂર હતું ત્યારે આરપીએફનો જવાન દેવદૂતના રૂપમાં આવ્યો અને યુવાન રેલવે નીચે કચડાય તે પૂર્વે તેને બચાવી લીધો હતો.

શ્વાસ અધ્ધર કરી મૂકનારી આ ઘટના થાણે રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે 7.47 વાગ્યે પ્લેટફોર્મ નં. 4 પર પિલર ન. 16 નજીક બની હતી. રેલવે પાટા ઓળંગતી વખતે અનેક વાર લોકોને જીવ ગુમાવવો પડે છે. આમ છતાં લોકો બેધડક પાટા ઓળંગે છે, જેમાં અનેક પ્રવાસી જીવ ગુમાવે છે, તો અનેક કાયમી અપંગ બને છે. જોકે ગુરુવારે યુવાન બચી ગયો તેવું નસીબ ભાગ્યે જ કોઈ પ્રવાસીનું હોય છે. ગુરુવારની ઘટના સીસીટીવી કેમેરામાં કદ થઈ છે.

ફૂટેજ અનુસાર યુવાન પાટા ઓળંગીને પ્લેટફોર્મ પર ચઢવા જતો હોય તે જ ક્ષણે ટ્રેન આવી ચઢે છે. યુવાનને લાગ્યું કે હવે તેના રામ રમી ગયા, પરંતુ તે જ પળે આરપીએફના હવાલદારે ચપળતા બતાવતાં યુવાનને પ્લેટફોર્મ પર ખેંચી લીધો. યુવાન અને લોકલ ટ્રેન વચ્ચે જૂજ સેકંડનું અંતર હતું. યુવાને તેનું મૃત્યુ આંખની સામે જોયું પરંતુ તેનું નસીબ બળવાન હતું. બે સેકંડ વિલંબ થયો હોત તો તેણે જીવ ગુમાવ્યો હોત.

અન્ય સમાચારો પણ છે...