તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:RPFએ ગર્ભવતી અને 2 વર્ષના બાળકને બચાવ્યા

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંતુલન ખોઈ બેસતાં બાળક સાથે પડી ગઈ હતી

મુંબઇ ડિવિઝન સેન્ટ્રલ રેલવેના રેલવે પ્રોટેકસન ફોર્સ (આરપીએફ)ના દાદર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા સ્ટાફ દ્વારા સતર્કતા અને સમયસર પગલાં લેતાં એક સગર્ભા સ્ત્રી અને તેના 2 વર્ષના બાળકનો જીવ બચી ગયો હતો. દાદરના પ્લેટફોર્મ નંબર-5 પર 3 મે સોમવારે સવારે 11:15 કલાકે ટ્રેન નંબર 01091 સીએસએમટી - દાનાપુર વિશેષ આવી હતી.

ટ્રેન ઊપડતી ત્યાં જ એક સગર્ભા સ્ત્રીએ ચાલતી ટ્રેનમાં નાના બાળક સાથે ચઢવાનો પ્રયાસ કરતાં સંતુલન ગુમાવીને તે પડી ગઈ હતી. તે જ સમયે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા આરપીએફ સ્ટાફ અશોક યાદવે દોડીને તેને ઊંચકી લીધી હતી, જેને લઈ માતા અને બાળકનો જીવ બચી ગયો હતો.આરપીએફ દાદરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બિહારમાં રહેતી 20 વર્ષની શોભાકુમારી દાદરથી દાનાપુર જઇ રહી હતી. તે ટ્રેનના સમય કરતાં મોડી આવવાને કારણે ટ્રેન ઊપડતાં જ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવી બેઠી હતી. મહિલાએ તેને બચાવી લેનાર આરપીએફનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો