રક્તદાન:‘‘રોટરી લાઈફ સેવિંગ એક્સપ્રેસ’’ મેગા રક્તદાન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈનાં મુખ્ય રેલવે સ્ટેશનો સ્ટેશનો પર

સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલ્વે અને હાર્બર લાઈનના મુંબઈનાં મુખ્ય રેલવે સ્ટેશનો પર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી ‘‘રોટરી લાઈફ-સેવીંગ એક્સપ્રેસ’’ મેગા રક્તદાન શિબિર અભિયાન યોજાઈ છે. આમાં ૨૫૦૦થી વધુ બોટલ લોહી ભેગું કરવાનો લક્ષ્યાંક છે. રોટરી કલબ ઓફ બોમ્બે અપટાઉન આ અભિયાનની લીડ હોસ્ટ કલબ છે. રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૧૪૧ની ૪૦ અન્ય રોટરી ક્લબો કો-હોસ્ટ કલબો છે. સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે અને તેમના રેલવે કામદાર સંઘોના સહયોગમાં આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

‘‘રોટરી લાઈફ-સેવીંગ એક્સપ્રેસ’’નું ઉદ્ઘાટન સીએસએમટી રેલવે સ્ટેશને થયું હતું. આ વેળા રોટરી ડીસ્ટ્રીક્ટ ગવર્નર (ડીજી), રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૧૪૧ના રોટેરીયન રાજેન્દ્ર અગ્રવાલ ઉપરાંત ઉચ્ચ રેલ્વે અધિકારીઓ, મહાનુભાવો અને વિવિધ રોટરી કલબના પ્રમુખો- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી કલબ ઓફ બોમ્બે અપટાઉનના પ્રમુખ રોટેરીયન અનુપ નાથાણી અને કલબ મેડીકલ ડાયરેક્ટર રોટેરીયન શીલા માને રક્તદાનનો લક્ષ્યાંક હાંસલ કરવા કટીબધ છે. ડીસ્ટ્રીક્ટ ગવર્નર રાજેન્દ્ર અગ્રવાલ ઉપરાંત ડીસીસ પ્રીવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ માટેના ચેરમેન-રોટેરીયન ભરત ઝુનઝુનવાલા અને રોટેરીયન કવિતા કુલકર્ણી રેલ્વે પ્રવાસીઓને રક્તદાન કરવા સમજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...