સારવાર:500થી વધુ દર્દીઓ પર રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પદ્ધતિથી 50% વહેલો પુનઃપ્રાપ્તિ સમય મળે છે

તાજેતરના દોડધામભર્યા જીવનને લીધે સમયને અભાવે કસરતનો અભાવ અને પોષક આહારના અભાવને લીધે અનેક લોકોને હાડકાંની સમસ્યા સતાવી રહી છે. તેમાં વળી ઢળતી ઉંમરે ઘૂંટણનું દર્દ વધુ ત્રાસદાયક નીવડે છે. આથી અનેક લોકો પથારીવશ બની જતાં હસતુંરમતું જીવન સંપૂર્ણ અટકી જાય છે. દિવસે દિવસે આ સંખ્યા વધી રહી છે. તેમાં વળી તેની પર કરાતી પારંપરિક શસ્ત્રક્રિયા વધુ ગૂંચભરી માનવામાં આવે છે. તેની પર ઉપાય તરીકે મુંબઈની ઉપાસની સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલમાં ડો. તેજસ ઉપાસનીએ સંપૂર્ણ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને આવા પ્રકારની ટેકનોલોજીની મદદથી શસ્ત્રક્રિયા કરવામાં તે મુંબઈમાં પ્રથમ હોવાનો દાવો કરે છે અને હમણાં સુધી 500થી વધુ સર્જરી કરી હોવાનો દાવો કરાયો છે.

ઘૂંટણી બદલી શસ્ત્રક્રિયા રોબોટિક પદ્ધતિથી કરવાથી લગભગ 50 ટકા વહેલો પુનઃપ્રાપ્તિ સમય મળે છે અને દર્દી તેમનું રોજિંદું જીવન વધુ વહેલું શરૂ કરી શકે છે. રોબો પ્રથમ ઘૂંટણની 3ડી પ્રતિમા તૈયાર કરે છે અને નજીકના મિલિમીટર સુધી પ્રોસ્થેટિક તૈયાર કરે છે.

આ પગથિયું દરેક દર્દીને અચૂક વિશિષ્ટતા અનુસાર ફિટ કરેલું કૃત્રિમ દ્રવ્ય આપે છે. આને કારણે દર્દીને શસ્ત્રક્રિયા પછી ઓછું દર્દ થાય છે અને દીર્ઘકાળ ટકનારું પ્રોસ્થેટિક હોય છે. આથી રોબોટિક શસ્ત્રક્રિયા વધુ અચૂક હોવાથી દર્દીઓ આ શસ્ત્રક્રિયા પર વધુ ભાર આપવા લાગ્યા છે એમ ડો. ઉપાસનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...