તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:CBI અધિકારીના સ્વાંગમાં 3 ઇરાકીઓના કિડનેપ બાદ લૂંટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 - Divya Bhaskar
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2
  • પર્યટકોના લૂંટતી પાંચ લોકોની ટોળકી ઝડપાઇ

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) અધિકારીના સ્વાંગમાં ત્રણ ઈરાકી નાગરિકોનું અપહરણ કરીને તેમના રૂ. 90,000 લૂંટનારા આરોપીને ખાલાપુર પોલીસે પકડી પાડ્યો છે. 26 ડિસેમ્બર પાંચ જણની ટોળકીએ એરપોર્ટ પરથી ત્રણ ઈરાકી પર્યટકોનું અપહરણ કર્યું હતું. ખાલાપુર ટોલ પ્લાઝાના કર્મચારીએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્રણ ઈરાકી નાગરિકોનું કારમાં અપહરણ કરીને તેમને લૂંટીને ટોલ પ્લાઝા નજીક છોડી દીધા હતા એવી માહિતી આ કર્મચારીએ પોલીસને આપી હતી.

આ અંગે ઈરાકી નાગરિકોએ ફરિયાદ નોંધાવી નહોતી. આથી પોલીસે આ ઘટનાની નોંધ આપમેળે લઈને એક આરોપીને 27 ડિસેમ્બરે ઉરણથી ઝડપી લીધો હતો. તેના સેલ ટાવરના લોકેશન પરથી તેને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરતાં એવી માહિતી બહાર આવી હતી કે આ પાંચ જણની ટોળકી છે. એરપોર્ટ ખાતે કાર ડ્રાઈવરે ત્રણેય ઈરાકી નાગરિકોને તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડવાને નામે કારમાં બેસાડ્યા હતા. આ પછી માર્ગમાં ડ્રાઈવરના ચાર સાગરીતો પણ જોડાયા હતા, જેમાંથી એકે પોતે સીબીઆઈ અધિકારી હોવાનું જણાવ્યું હતું.

આરોપીઓએ ત્રણ કલાક સુધી ઈરાકીઓને કારમાં ફેરવ્યા હતા. તેમના પરિવારોને ફોન કરીને બાનમાં લેવાયા છે એવું કહેવા માટે ધમકાવ્યા હતા. આ પછી ઈરાકીઓ પાસેની રૂ. 90,000ની રોકડ લઈ લીધી હતી અને મુંબઈ – પુણે એક્સપ્રેસવે પર ટોલ પ્લાઝા નજીક સવારે 11.30 ત્રણેયને તરછોડીને અપહરણકારો ભાગી ગયા હતા, એમ સિનિયર પીઆઈ અનિલ વિભુતેએ જણાવ્યું હતું. આરોપીઓએ આ કામ માટે પુણેમાં એક શખસને નામે નોંધાયેલી કેબ ભાડે લઈને આ કાંડ કર્યું હતું. આરોપીના અન્ય સાગરીતોને અમે શોધ ચલાવી રહ્યા છીએ, એમ રાયગઢના એસપી અશોક દુધેએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો