તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાઈ રહ્યો હોવાથી ચક્રવાતનું જોખમ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 થી 16 મે દરમિયાન જોરદાર પવનની શક્યતાથી માછીમારોને ચેતવણી અપાઈ

હવામાન ખાતાએ આપેલા ઈશારા અનુસાર અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો સર્જાઈ રહ્યો હોવાથી એનું રૂપાંતર ચક્રવાતમાં થવાની શક્યતા છે. આ વર્ષનું પ્રથમ ચક્રવાત હની શકે છે. હવામાન ખાતાની માહિતી અનુસાર 14 થી 16 મે દરમિયાન કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો હોવાથી સમુદ્રમાં ઉંચી લહેરો હશે. તેથી માછીમારોને સમુદ્રમાં ન જવાનો ઈશારો આપવામાં આવ્યો છે.

મુંબઈના હવામાન વિભાગના ઉપસંચાલક કે.એસ.હોસાળીકરે ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે ઘણી માહિતી આપી હતી. પહેલાં ચક્રવાતને નામ આપવામાં આવતા નહોતા. ચક્રવાતની તારીખ પરથી એ નક્કી કરવામાં આવતા હતા. પણ એમાં અનેક અડચણો જણાવા માંડી. એમાં સમુદ્રમાં એક જ સમયે બે અથવા બેથી વધારે ભાગમાં ચક્રવાત જેવી પરિસ્થિતિ ઉદભવવાની શક્યતા નકારવામાં આવતી નહોતી. આવી પરિસ્થિતિમાં તારીખોનું ગણિત થોડું મુશ્કેલ થતું હતું. એ પછી વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિકોએ ચક્રવાતને નામ આપવાનું નક્કી કર્યું એમ હવામાન નિષ્ણાત કે.એસ.હોસાળીકરે જણાવ્યું હતું. હોસાળીકરે ટ્વિટ કરેલી યાદી અનુસાર આગામી ચક્રવાતનું નામ તોતે હશે. આ નામ મ્યાનમારે આપ્યું છે. તોતેનો અર્થ એક પ્રકારની ગરોળી છે.

નામ નક્કી કરવાના ધોરણ
ચક્રવાતના નામ નિર્ધારિત કરવા માટે કેટલાક માર્ગદર્શક ધોરણ પાળવા મહત્ત્વના હોય છે. એમાં કોઈ પણ સંવેદનશીલ નામ પસંદ કરી શકાતું નથી. લિંગભેદ અને ધાર્મિક તંગદિલી નિર્માણ કરતા નામ ટાળવામાં આવે છે. ઉપરાંત રાજકીય નેતાઓ, ઐતિહાસિક વ્યક્તિઓના નામ પણ વાદળોને આપવામાં આવતા નથી.

વૈશ્વિક હવામાન વિભાગની પરવાનગી
ચક્રવાતને આપેલા નામ માટે વૈશ્વિક હવામાન વિભાગ તરફથી પરવાનગી લેવી પડે છે. એ સાથે જ ચક્રવાતના નામનો ફરીથી બીજા ચક્રવાત માટે ઉપયોગ કરી શકાતો નથી. કોઈ ચક્રવાતને નામ આપવાના લીધે એ સંદર્ભની માહિતી શોધવી, એનો અભ્યાસ કરવો, એ સાથે જ આપતિ વ્યવસ્થાપન વિભાગને મોટી મદદ મળે છે. ચક્રવાતના નામ પાછળ તેમના નિરીક્ષણમાં સુસૂત્રતા લાવવી એ પ્રથમ હેતુ હોય છે.

નામ આપવાની શરૂઆત
ચક્રવાતના નામ પરથી ઘણાં વિચાર કરવામાં આવ્યા. એ પછી બહારના દેશોમાં વાદળોને મહિલાઓના નામ આપવામાં આવ્યા. પણ વાદળોનો સીધો સંદર્ભ વિધ્વંસ સાથે લગાડવામાં આવતો હોવાથી એમાં નકારાત્મકતા વધુ આવે એટલે વાંધો ઉઠાવવામાં આવ્યો અને પછી ચક્રવાતને બીજા નામોથી સંબોધવાની શરૂઆત થઈ.

હોસાળીકરે આપેલી માહિતી અનુસાર ચક્રવાતના નામ માટે દક્ષિણ એશિયાના રાષ્ટ્રોનું એક જૂથ તૈયાર કરવામાં આવ્યું છે. આ દેશો પાસેથી વાદળોના નામના વિકલ્પ મગાવવામાં આવે છે. આ નામોની એક યાદી તૈયાર કરવામાં આવે છે. અત્યારની ઘડીએ તૈયાર નામોની યાદી એટલી મોટી ચક્રવાત ઓછા હોય તો પણ ત્રણ વર્ષ સુધી નામ પૂરતા થઈ રહેશે.

ચક્રવાતના નામ પહેલાંથી નક્કી
થોડા દિવસ પહેલાં હવામાન ખાતાએ સામાન્ય નાગરિકોને ચક્રવાતના નામ સૂચવવાની હાકલ કરી હતી. ભારત તરફથી નાગરિકોએ સૂચવેલા નામ પર એક સમિતિ કામ કરે છે અને પછી ચક્રવાતનું નામ નક્કી કરવામાં આવે છે. અત્યારે દક્ષિણ એશિયાના દેશોની યાદીમાં દેશના ક્રમ પ્રમાણે નામ આપવામાં આવે છે.

આગામી સમયમાં આવનારા ચક્રવાતના નામ પહેલાંથી નક્કી કરેલા હોય છે એમ જણાવતા નોર્થ ઈંડિયન ઓશન એટલે કે બંગાળનો ઉપસાગર, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ભાગમાં આવનારા ચક્રવાતના નામ પહેલેથી જ નક્કી છે એમ હોસાળીકરે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...