તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈગરાઓની ચિંતામાં વધારો:અરબી સમુદ્રના પાણીનું સ્તર વધતું હોવાથી મુંબઈ માટે જોખમ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 107 સ્કવેર કિમી જેટલો ભૂભાગ પાણીની નીચે ગયો છે

મુંબઈના સમુદ્રકિનારા પર્યટકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર છે. પણ અત્યારે મુંબઈગરાઓની ચિંતામાં વધારો થયો છે. અરબી સમુદ્રના પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 1990થી 2019ના સમયગાળામાં લીધેલા સેટેલાઈટ ફોટાઓના અભ્યાસમાંથી આ બાબતની માહિતી મળી છે. અત્યાર સુધી 107 સ્કવેર કિલોમીટર જેટલો ભૂભાગ પાણીની નીચે ગયો છે.

કુદરતી અધિવાસમાં માનવનો હસ્તક્ષેપ વધવાથી સમુદ્રનું સ્તર વધ્યું છે. જો હજી પણ આમ જ હસ્તક્ષેપ વધતો રહેશે તો ટૂંક સમયમાં સંપૂર્ણ મુંબઈ માટે પુરનું જોખમ ઊભું રહેશે એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. પર્યાવરણના અસંતુલનની અસર સમુદ્ર, નદી, અને અન્ય કુદરતી સંસાધનો પર થઈ રહી હોવાનું અભ્યાસમાં જણાયું છે.

સમુદ્રકિનારે આવેલી રેસિડેન્સિયલ સોસાયટીઓ અને ઘરો માટે ભવિષ્યમાં વધુ જોખમ નિર્માણ થાય એવી શક્યતા છે. ખાસ કરીને ચોમાસામાં આ સંકટ ઘણું વધશે. છેલ્લા 30 વર્ષથી સમુદ્રના સ્તરમાં વધારો થતો હોવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. કોકણ પરિસરમાં પણ સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે.

અતિક્રમણ અને સંરચનામાં ફેરફારના કારણે
સૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશને આ મુદ્દા પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. સમુદ્રકિનારા પર થતું અતિક્રમણ અને સંરચનામાં ફેરફારના કારણે સમુદ્રનો ભૂભાગ વ્યાપ્યો છે. નેશનલ પાર્કની જમીન બાબતે પણ આ બાબત દેખાય છે. મુંબઈ અને થાણેની ખાડીની જમીન પર 45 સ્કવેર કિલોમીટર સુધીની નદીનાળાના ક્ષેત્રમાં કીચડ નિર્માણ થયું છે. થાણે ખાડીમાં 24 સ્કવેર કિલોમીટરના ક્ષેત્રમાં કીચડ નિર્માણ થયું છે એમ એનજીઓ અધ્યક્ષ દિપક આપટેએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...