ભાવ વધારો:તહેવારોમાં માગણી વધતાં શાકભાજીના ભાવોમાં વધારો

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિલોદીઠ રૂ. 60-80 બોલાતા હતા તે હવે 100-120 સુધી પહોંચી ગયા

કોરોનાનું સંકટ ઓસરી રહ્યું હોવાથી અને કોરોનાના નિયમોમાં ઘણી બધી રાહતો આવી પડતાં આ વખતના તહેવારો ઊજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આને કારણે બજારમાં બધી જ ચીજવસ્તુઓની માગણીમાં ઓચિંતા વધારો થયો છે. તેમાં વળી પેટ્રોલ- ડીઝલના ભાવો રોજ વિક્રમી સપાટીએ પહોંચી રહ્યા છે. આની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે અને તેને કારણે શાકભાજીઓના ભાવોમાં જબરદસ્ત વધારો થયો છે.

નવરાત્રિથી દિવાળી બજારમાં સૌથી વધુ માગણીનો સમયગાળો હોય છે. ગયા વર્ષે કોરોનાનું સંકટ અને તે પૂર્વે લોકડાઉનને લીધે બજારમાં ઝાઝો ઉત્સાહ નહોતા. જોકે આ વખતે રસીકરણે જોરશોરથી ચાલુ હોવાથી અને કોરોનાનું સંકટ પણ ઓછું થયું હોવાથી તહેવારો ઊજવવાનો જોશ વધી રહ્યો હોવાનું દેખાય છે. તેને કારણે વસ્તુઓના ભાવો પણ વધી રહ્યા છે.

શાકભાજીઓના ભાવો
ભીંડા રૂ. 60 હતા તે હવે 80 બોલાય છે. ટીંડોળા રૂ. 60 પરથી રબ. 80 થયા છે.દૂધી રૂ. 40 પરથી રૂ. 60 પર પહોંચી છે. કાકડી રૂ. 40ના રૂ. 60 થયા છે, ટમેટા રૂ. 30ના રૂ. 50 થયા છે. કોબી રૂ. 60 પરથી રૂ. 100 પર પહોંચી છે. પ્લાવર રૂ. 40 પરથી રૂ. 80 થઈ છે. ગાજર રૂ. 40ના રૂ. 60 થયા છે. મેથીની ઝૂડી રૂ. 20 પરથી રૂ. 40, પાલક ઝૂડી રૂ. 25 પરથી રૂ. 40, કાંદા રૂ. 35 પરથી રૂ. 50 અને બટેટા રૂ. 25 પરથી રૂ. 35 તથા કોથમીર ઝૂડી રૂ. 30 પરથી રૂ. 60 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...