હીરા ઉદ્યોગમાં દિવાળી પછી રફ હીરાના ભાવોમાં 30 ટકાથી પણ વધુ ભાવવધારો થયો છે, જેને લઈ તૈયાર માલની માગણીમાં ભારે ગાબડું પડ્યું છે. તેની સામે લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધી રહ્યું છે, એમ હીરા ઉદ્યોગના વેપારીઓ માને છે. અનેક હીરાના વેપારીઓએ આ અંગે પ્રતિભાવ આપ્યા છે.
રમણભાઈ શાહે જણાવ્યું કે દિવાળી પહેલાં હીરા ઉદ્યોગમાં હલકા માલની માગણી નીકળતાં નાના- મોટા દરેક વેપારીઓની દિવાળી સારી ગઈ હતી. જોકે રફ હીરાના ભાવો વધવાથી ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે. સતીશભાઈ શાહે જણાવ્યું હતું કે કોરોના પછી હીરાનો વેપાર સારો ચાલ્યો હતો. એમડીએમએના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે રફ હીરાના ભાવો વધવાથી કુદરતી હીરાનું ઉત્પાદન ઘટ્યું છે. લેબગ્રોન ડાયમંડ અને કુદરતી હીરાના બંને વેપાર ચાલશે. સંજયભાઈ શાહે જણાવ્યું હતું કે કુદરતી હીરાની મગણી ઘટી છે.
ચાયના, હોંગકોંગના જ્વેલર્સો ઊંચા ભાવનો માલ સ્વીકારતા નથી. રફ હીરા મોંઘા થવાથી વેપારનું કદ ઘટી જશે. હીરા ઉદ્યોગના અખબાર પારસમણિના અંકના વિમોચન પ્રસંગે તેઓ બોલતા હતા. જયંતીભાઈ શાહે જણાવ્યું હતું કે રફ હીરા મોંઘા થવાથી ઉત્પાદન ઘટવાથી નાના વેપારીઓષ દલાલો અને એસોર્ટર્સો કામધંધા વિનાના થઈ ગયા છે. રફ હીરાના ભાવો નહીં ઘટે તો કુદરતી હીરાની સામે લેબગ્રોન ડાયમંડનો વેપાર વધી જશે, કારણ કે અમેરિકાના ગ્રાહકની હીરાની સસ્તી જ્વેલરીની માગણી વધારે છે.
આ પ્રસંગે એમડીએમએના ઉપ પ્રમુખ રોહિત શાહ, સેક્રેટરી વિનયભાઈ ઢઢ્ઢા, રાજન પરીખ, દિનેશભાઈ શાહ, ધીરેન શાહ, મુકેશ બાબુલાલ શાહ, હેમેન્દ્રભાઈ શાહ, આદેશ શાહ, પ્રકાશ લહેરચંદ શાહ, દિનેશ પેથાણી, આશિષ શાહ, હિતેશ શાહે હીરાના વેપાર અંગે પ્રાસંગિત પ્રવચનો કરી હીરા ઉદ્યોગનું ચિત્ર રજૂ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.