તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાઈ કોર્ટે બંધી મૂકી હોવા છતાં બેનરો લગાડને મુંબઈને કદરૂપું કરવાનું કામ હજી પણ ચાલુ છે. છેલ્લા 11 મહિનામાં મુંબઈ મહાપાલિકાએ ઠેકઠેકાણેથી 5000 કરતા વધારે બેનરો કાઢ્યા છે. એમાં રાજકીય અને ધાર્મિક બેનરની સંખ્યા સૌથી વધારે છે. રાજકીય બેનરો પર બંધી હોવા છતાં રાજકારણી દ્વારા મુંબઈને કદરૂપું બનાવવાનું કામ ચાલુ છે અને રાજકીય બેનરો રોકવામાં મહાપાલિકા નિષ્ફળ ગઈ છે. તેથી આ સંદર્ભે કોર્ટમાં દાદ માગવાનો નિર્ણય માહિતી અધિકાર કાર્યકર્તાઓએ લીધો છે.
રાજકીય કાર્યક્રમો, જાહેરસભા, આંદોલન, નેતાઓના જન્મદિવસ વગેરે બાબતે રાજકીય લોકો મોટા પ્રમાણમાં બેનર લગાડે છે. તેથી મુંબઈ કદરૂપું થતું હતું. એની ગંભીર નોંધ લેતા કોર્ટે રાજકીય બેનરો પર બંધી મૂકી છે. અન્ય સંસ્થાઓને પણ કેટલીક શરતે મહાપાલિકા તરફથી બેનર લગાડવાની મંજૂરી આપવામાં આવે છે. આમ છતાં મુંબઈમાં મોટા પ્રમાણમાં બેનરો લગાડવામાં આવે છે. છેલ્લા 11 મહિનામાં 5094 બેનર, પોસ્ટર્સ, ઝંડાઓ મહાપાલિકાએ હટાવ્યા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં કાર્યવાહી કરીને અનુક્રમે 1125, 900 અને 515 પોસ્ટર્સ અને ઝંડા હટાવવામાં આવ્યા હતા. લોકડાઉનના સમયમાં બેનરો લગાડવા પર અંકુશ આવ્યો હતો. જો કે લોકડાઉન હળવો થતા ફરીથી બેનરો લગાડવાનું પ્રમાણ વધ્યું છે.
473 રાજકીય અને 1458 ધાર્મિક બેનર હટાવાયા
મહાપાલિકાએ 3558 બેનરો હટાવ્યા છે જેમાં 1473 રાજકીય, 627 વ્યવસાયિક અને 1458 ધાર્મિક બેનરોનો સમાવેશ છે. 101 રાજકીય, 7 વ્યવસાયિક અને 131 ધાર્મિક એમ કુલ 246 બેનરો હટાવવામાં આવ્યા છે. લગભગ 573 પોસ્ટરો પર કાર્યવાહી કરવામાં આવી છે. એમાં 35 રાજકીય, 66 વ્યવસાયિક અને 471 ધાર્મિક પોસ્ટરોનો સમાવેશ છે. વિવિધ રાજકીય પક્ષોએ ઠેકઠેકાણે લગાડેલા 718 ઝંડાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
101 જણ પર કેસ
બંધી હોવા છતાં બેનરો લગાડવા પ્રકરણે મહાપાલિકાએ 101 જણ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 745 જણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 37 જણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માહિતી અધિકાર કાર્યકર્તા શરદ યાદવે આ માહિતી અધિકાર કાયદા અંતર્ગત કરેલી અરજી અનુસાર મહાપાલિકા તરફથી ઉપરોક્ત માહિતી આઅંકુશ ન આપવામાં આવી હતી. બેનરો લગાડીને મુંબઈને કદરૂપુ કરનારાઓ વિરુદ્ધ મહાપાલિકા તરફથી સખત કાર્યવાહી કરવામાં આવી નહીં. તેથી જ રાજકીય બેનરો પર અંકુશ ન આવ્યો. પરિણામે મુંબઈને કદરૂપું બનાવવાનું કામ ચાલુ છે. આ બાબતે પોતે કોર્ટના દરવાજા ખખડાવશે એમ શરદ યાદવે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.