તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:લોકલ વિના લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓને રિક્ષા-ટેક્સી જ વિકલ્પ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય સ્ટેશન પહોંચવા ઈચ્છતા પ્રવાસીઓને રૂપિયા અને સમયના વ્યય સહિત સખત હેરાનગતિ

કોરોના પ્રતિબંધો હળવા કરતા રાજ્ય સરકારે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને પરવાનગી આપી છે છતાં આ ટ્રેનમાં મુંબઈના મુખ્ય સ્ટેશને ઉતરનારા તેમ જ લાંબા અંતરના પ્રવાસ માટે મુખ્ય સ્ટેશન પહોંચવા ઈચ્છતા પ્રવાસીઓ માટે લોકલ બંધી છે. તેથી આ પ્રવાસીઓએ રિક્ષા-ટેક્સીનો વિકલ્પ જ સ્વીકારવો પડે છે. એમાં રૂપિયા અને સમયનો વ્યય થાય છે ઉપરાંત હેરાનગતિ પણ થાય છે.

જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી નવા પ્રતિબંધો લાગુ કરતા મેલ-એક્સપ્રેસ ટ્રેનથી મુંબઈ ટર્મિનસ અથવા સ્ટોપેજવાળા સ્ટેશનમાં ઉતર્યા પછી સામાન્ય પ્રવાસીઓને ઘર નજીકના સ્ટેશને પહોંચવા લોકલમાં પ્રવાસની પરવાનગી નથી. તેથી કલ્યાણ, થાણે, એલટીટી, દાદર, સીએસએમટી, મુંબઈ સેંટ્રલ, બાન્દરા ટર્મિનસ, બોરીવલી, વસઈ સ્ટેશનમાં મેલ-એક્સપ્રેસ ટ્રેન થોભે પછી સામાન્ય પ્રવાસીઓએ રિક્ષા, ટેક્સી અથવા બીજી પરિવહન સેવાનો ઉપયોગ કરીને ઘરે પહોંચવું પડે છે.

સ્ટેશનની નજીક રહેતા પ્રવાસીઓ તો સહેલાઈથી પોતાના ઘરે પહોંચી જાય છે પણ ઘરથી દૂર બીજા સ્ટેશને ઉતરતા પ્રવાસીઓએ ઘરે પહોંચવા માટે ઘણી માથાકૂટ કરવી પડે છે. આ સંદર્ભે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે જૂન મહિનામાં લાગુ થયેલા સરકારના નવા નિયમ અનુસાર અત્યાર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ લોકલ પ્રવાસની પરવાનગી છે. તેથી મેલ-એક્સપ્રેસથી કોઈ સ્ટેશનમાં ઉતર્યા પછી સામાન્ય પ્રવાસીઓ માટે આગળનો પ્રવાસ કરવા લોકલની પરવાનગી નિયમાનુસાર નથી એમ સ્પષ્ટ કર્યું હતું.

ઘુસણખોરી કરી લોકલમાં પ્રવાસ કરનારાનું શું?
મેલ-એક્સપ્રેસમાંથી ઉતર્યા પછી પ્રવાસીઓની કોરોના ટેસ્ટ કરવાનો નિયમ છે. આ પ્રવાસી ટેસ્ટમાંથી રહી ન જાય એ માટે સામાન્ય પ્રવાસીઓને લોકલની પરવાનગી નથી એમ જણાવવામાં આવ્યું હતું. પણ લોકલમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે. અત્યારે અનેક સ્ટેશનમાં પ્રવેશ કરતા પોલીસ ઊભા હોતા નથી. તેથી ખુલ્લેઆમ પ્રવેશદ્વારમાંથી અનેક જણ ટિકિટ વિના પ્રવેશ કરે છે અને લોકલમાં પ્રવાસ કરે છે.

આવા પ્રવાસીઓ પર ખુદાબક્ષ તરીકે કાર્યવાહી થાય છે. પણ પ્રવાસ કરતા લાખો લોકલ પ્રવાસીઓમાંથી કોરોનાના સંક્રમણનું જોખમ થઈ શકતું નથી કે? તો પછી મેલ-એક્સપ્રેસના પ્રવાસીઓ પર બંધનો શા માટે? એવો પ્રશ્ન પ્રવાસીઓએ ઉપસ્થિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...