તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત બંધ:મુંબઈમાં રિક્ષા-ટેક્સી અને બેસ્ટની સેવા ચાલુ રહેશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો દુકાન બળજબરીથી બંધ કરાવવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશેઃ પોલીસની ચેતવણી

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી ખેડૂતોના 8મી ડિસેમ્બરના બંધને પગલે મુંબઇમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એક તરફ રાજયમાં સત્તાધારી મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સામેલ ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જયારે ભાજપ અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના આગેવાનોએ કૃષિ બિલના સમર્થનમાં પોતાના મત વ્યકત ર્ક્યાં છે. એ ઉપરાંત મુંબઇની લાઇફલાઇન ગણાતી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મુંબઇ મહાપાલિકા સંચાલિત બેસ્ટની બસ, મુંબઇ ટેક્સી-ઓટો યુનિયનો, મુંબઇના વિવિધ વેપારીઓના રીટેલ એસોસિએશનો અને કેઇટ સાથે જોડાયેલા લાખો ઉત્પાદક ફેકટરીઓ અને ટ્રાન્સપોર્ટેશન મંગળવારના બંધમાં સામેલ થશે નહી.

બીજી તરફ મુંબઇ પોલીસ પ્રવકતા એસ. ચૈતન્યએ જણાવ્યુ઼ હતું કે, ખેડૂતોના અને રાજકીય પક્ષોએ જાહેર કરેલા ભારત બંધ પર મુંબઇમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે દરેક વિસ્તારમાં વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવશે અને જો કોઈ દુકાન બળજબરીથી બંધ કરાવવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે. મુંબઇમાં હાલમાં કોવિડને કારણે કલમ 144 લાગુ છે , તેના નિયમોનું પાલન કરવામાં આવશે. બંધ દરમિયાન રાજ્યમાં મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો ખુલી રહેશે. બંધ દરમિયાન દૂધ ઉત્પાદક સંઘે સમગ્ર રાજ્યમાં દૂધની સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ફળો અને શાકભાજીનો પુરવઠો પણ થશે નહીં. રાજ્યની તમામ રેસ્ટોરન્ટ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. રાજ્યમાં ફરીથી ખોલવામાં આવેલા મોલ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બંધ દરમિયાન મુંબઇમાં શું ચાલુ રહેશે.?
ભારત બંધમાં મુંબઈના રિટેલ વેપારીઓ જોડાશે નહીં એમ ફેડરેશન ઑફ રિટેઈલ ટ્રેર્ડસ વેલ્ફર એસોશીએશન (એફઆરટીડબલ્યુએ)ના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ બંધ રાખવા માંગે છે તે તેમનો કોલ છે. અમે હવેથી કોઈપણ વ્યવસાયના નુકસાનને ટેકો આપતા નથી. મુંબઈમાં ટેક્સી યુનિયન બંધમાં સામેલ થશે નહી. મુંબઇના ટેક્સી યુનિયન દ્વારા આવતી કાલે ભારત બંધના સમર્થનમાં હડતાલની હાકલ કરવામાં આવી નથી. ટેક્સી યુનિયને કહ્યું છે કે તેઓ ‘ભારત બંધ’ના સમર્થનમાં તેમની સેવાઓ બંધ કરશે નહીં. મંગળવારે બેસ્ટની બસો રાબેતા મુજબ કાર્યરત રહેશે અને ‘ભારત બંધ’માં ભાગ નહીં લે. બસોને મુસાફરી કરતી વખતે દરેક બસ પર રક્ષણાત્મક લોખંડ ગ્રિલ્સનો ઉપયોગ કરવામાં આવશે એમ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટના પીઆરઓએ જણાવ્યું હતું.

નવી મુંબઈની કૃષિ બજારો બંધ રહેશે
માથાડી મજૂર નેતા અને ધારાસભ્ય શશીકાંત શિંદેએ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોને ટેકો આપવા હડતાલમાં જોડાશે. નવી મુંબઈ એપીએમસીની પાંચેય બજારો બંધ રહેશે, રાજ્યની નાસિક, પૂના, અહેમદનગર અને કોલ્હાપુરમાં માર્કેટ સમિતિઓ પણ મંગળવારે જોડાશે. પરંતુ કેઇટના રાષ્ટ્રીય સભ્ય અને એપીએમસીના કિર્તી રાણાએ કહ્યું કે, કેઇટ દ્વારા બંધમાં જોડાવા હાકલ કરી નથી. એથી વેપારીઓ તેના બેંકીંગ કામકાજ માટે માર્કેટમાં તેની દુકાનો ખુલ્લી રાખશે.

સંવેદનશીલ માર્ગો પર બસો દોડશે નહીં
ભારત બંધને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ માર્ગો પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) બસો નહીં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ તમામ એસ.ટી. ડેપોને આંદોલનને ધ્યાનમાં રાખીને સમજદાર નિર્ણય લેવા જણાવ્યું છે. તમામ એસટી વિભાગના ડેપોને અપાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, દરેક ડેપોએ ખાતરી કરવી જોઈએ કે ઉશ્કેરાયેલા રસ્તા ઉપર કોઈ બસ દોડશે નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો