સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ:રિયાએ જાનને જોખમ હોવાનું જણાવીને પોલીસ રક્ષણ માગ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિયાએ જાનને જોખમ હોવાનું જણાવીને પોલીસ રક્ષણ માગ્યું

અભિનેત્રી રિયા ચક્રવર્તી (28)એ પોતાને અને પરિવારના જાનને જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવામાં આવે એવી વિનંતી પોલીસને ગુરુવારે કરી હતી. પોતાની ઈમારતના કમ્પાઉન્ડની બહાર પિતાને મિડિયાએ ઘેરી લીધા હતા એવી માહિતી આપતો વિડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અમે સુશાંતસિંહ રાજપૂત (34)ના કેસમાં તપાસ કરતી વિવિધ એજન્સીઓને સહયોગ આપવા માટે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ. મારા પિતા ઈન્દ્રજિત (નિવૃત્ત લશ્કરી અધિકારી) તેના જ ભાગરૂપે ઘરની બહાર નીકળ્યા ત્યારે મિડિયાએ તેમને ઘેરી લીધા હતા.મારા અને મારા પરિવારજનોના જાનને જોખમ છે એવું અમે સ્થાનિક પોલીસને પણ જણાવ્યું.

જોકે તેઓ સહયોગ આપવા તૈયાર નથી. આથી તપાસ સંસ્થાઓને અમે મદદ કરવા જણાવ્યું છે. અન્યથા અમે અહીં કઈ રીતે જીવી શકીશું એવો પ્રશ્ન તેણે કર્યો હતો. ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે મૂળભૂત કાયદો અને વ્યવસ્થાનાં નિયંત્રણોનું પાલન થવું જોઈએ એમ તેણે સેફ્ટીફોરમાયફેમિલી હેશટેગ કરીને જણાવ્યું હતું. દરમિયાન રિયાની ઘરની બહાર મિડિયાએ ગુરુવારે જબરદસ્ત ધસારો કર્યો હતો. તે સમયે મારા પિતા ઈન્દ્રજિત અને ઈમારતના સિક્યુરિટી ગાર્ડને મિડિયાને કારણે ઈજા થઈ હોવાનો આરોપ પણ તેણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...