તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોષણા:સુધારેલી ઈવી પોલિસી જાહેરઃ 2025 સુધી મુંબઈમાં 1500 ચાર્જિંગ સ્ટેશન

મુંબઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈવી વાહનોને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન શુલ્ક માફ

મહારાષ્ટ્ર સરકારે સુધારિત ઈવી (ઈલેક્ટ્રિક વેહિકલ્સ) પોલિસી મંગળવારે જાહેર કરી હતી. સ્વચ્છ પર્યાવરણમાં યોગદાન આપવા અને ઈવીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ આકર્ષક ઈન્સેન્ટિવ્ઝની ઘોષણા કરવામાં આવી છે.

2025 સુધી રાજ્યનાં મુખ્ય શહેરોમાં નોંધણી થનારાં નવાં વાહનોમાં 10 ટકા ઈવી હશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુંબઈમાં 2025 સુધી 1500 ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે. ઉપરાંત એમએસઆરટીસીની 15 ટકા બસ ઈલેક્ટ્રિકમાં ફેરવવામાં આવશે.પર્યટન અને હવામાન પરિવર્તન મંત્રી આદિત્ય ઠાકરેએ કરેલી ઘોષણા અનુસાર સરકાર આવાં વાહનોની માગણી ઊપજાવવા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે માગણી અને પુરવઠાની બાજુ પ્રોત્સાહનો આપશે. ઉપરાંત આધુનિક કેમિસ્ટ્રી સેલ બેટરી ઉત્પાદન એકમો સ્થાપવા પણ પ્રોત્સાહન અપાશે. રાજ્યમાં 1 ગિગા વેટ બેટરી ઉત્પાદન એકમ સ્થાપવાનું પણ લક્ષ્ય છે.

ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે વ્યાપક પ્રોત્સાહનો પણ તેમણે ઘોષિત કર્યાં છે, જેમાં બેટરીના કેડબ્લ્યુએચ દીઠ રૂ. 5000, જ્યારે ઈ-ટુવ્હીલર માટે મહત્તમ પ્રોત્સાહન રૂ. 10,000 અને ઈ-થ્રી વ્હીલર માટે રૂ. 30,000 હશે. ઉપરાંત ઈવીને રોડ ટેક્સ અને નોંધણી શુલ્કમાં માફી અપાશે. જૂનાં વાહનો ભંગારમાં કાઢવાનાં પ્રોત્સાહનો પણ આ સાથે ઘોષિત કરવામાં આવ્યાં છે. 2022 પછી સરકારી વાહનો ઈવી : વળી, એપ્રિલ 2022 પછી સરકારની માલિકીનાં અથવા લીઝ પર લેવામાં આવે તે સર્વ ઈવી રહેશે. ઈવી પોલિસી અનુસાર આરટીઓમાં નોંધણી થતાં વાહનોમાંથી 10 ટકા ટુવ્હીલર, 20 ટકા થ્રી- વ્હીલર અને પાંચ ટકા ફોર- વ્હીલર હોય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉપરાંત એગ્રેગેટર કેબ્સ, ડિલિવરી સર્વિસીસ, ઈ-કોમર્સ કંપનીઓ વગેરેના કાફલાનાં કમસેકમ 25 ટકા ઈવી હોવાં જોઈએ એવું લક્ષ્ય છે.

ગુજરાત સૌપ્રથમ ઉઠાવ્યું પગલું
ગુજરાત સરકારે હાલમાં જ સ્ટેટ ઈલેક્ટ્રિક વેહિકલ પોલિસી 2021 જાહેર કરી હતી, જેનો અમલ 1લી જુલાઈ, 2021થી કરાયો છે, જે ચાર વર્ષ માટે લાગુ થશે. આ સમયગાળામાં સરકારે 1.2 લાખ ઈ-ટુ-વ્હીલર, 70,000 ઈ-થ્રી- વ્હીલર, 20,000 ઈ-ફોર-વ્હીલરનું લક્ષ્ય રાખ્યું છે.

કેન્દ્ર ઉપરાંત રાજ્યની સબસિડી
ગુજરાત સરકારની પોલિસી હેઠળ કેન્દ્ર સરકાર આપે તે કોઈ પણ સબસિડી ઉપરાંત ઈ- ટુ- થ્રી- ફોર વ્હીલર માટેરાજ્ય સરકાર કેડબ્લ્યુએચ દીઠ રૂ. 10,000નું ડિમાન્ડ ઈન્સેન્ટિવ આપશે. ઉપરાંત મહત્તમ એક્સ- ફેક્ટરી કિંમત ઉક્ત ત્રણે વાહન શ્રેણી માટે રૂ. 1.5 લાખ, રૂ. 5 લાખ અને રૂ. 15 લાખ પર કેપ્સ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...