તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:આધારને કારણે 10 વર્ષ પછી માનસિક વિકલાંગનું પરિવાર સાથે પુનઃમિલન

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્ય પ્રદેશના જબલપુરથી આઠ વર્ષનો ત્યારથી ગુમ થયેલો અને મહારાષ્ટ્રના નાગપુરમાં આવીને રહેતો 18 વર્ષનો માનસિક વિકલાંગ કિશોરનું આધાર કાર્ડની તેની વિગતોની મદદથી પરિવાર સાથે પુનઃમિલન થયું છે. 2011માં કિશોરની આધાર નોંધણી કરાવી રાખી હતી, જે કામ આવી હતી. નાગપુરના પંચશીલ નગર ખાતે અનાથાલય ચલાવતા સમર્થ દામલેએ કિશોરની આટલાં વર્ષ સુધી દેખરેખ રાખી હતી. અનાથાલય 2015માં બંધ થઈ ગયું છે.

સમર્થ દામલેએ 30 જૂને કિશોરને તેનાં માતા- પિતાને સોંપ્યો હતો. કિશોર આઠ વર્ષનો હતો ત્યારે એક રેલવે સ્ટેશન પર મળી આવ્યો હતો. પોલીસ તેને અમારા અનાથાલયમાં લાવી હતી. તે માનસિક વિકલાંગ હતો અને બરોબર બોલી શકતો નહોતો. તે અમ્મા અમ્મા એટલું જ રટણ કરત હતો. આથી અમે તેનું નામ અમન રાખ્યું હતું. 2015 સુધી અનાથાલયમાં રાખ્યો હતો, પરંતુ તે પછી અનાથાલય બંધ થતાં અમનનું ધ્યાન રાખનારું કોઈ નહોતું. આથી અમે તેને ઘરે લાવ્યા અને ત્યારથી અમારા પરિવારના સભ્ય તરીકે અમારી સાથે રહેતો હતો. મને એક પુત્રી અને પુત્ર છે, એમ દામલેએ જણાવ્યું હતું.

સ્કૂલે આધાર કાર્ડની વિગત માગી અને...અમનને સ્થાનિક સ્કૂલમાં દાખલ કર્યો હતો. આ વર્ષે તેણે ધોરણ-10નો અભ્યાસ કર્યો હતો. સ્કૂલને તેની આધાર કાર્ડની વિગતો જોઈતી હતી. મેં આધાર માટે તેનું નામ નોંધણી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાયોમેટ્રિક મુદ્દાઓને લીધે તે શક્ય બનતું નહોતું. આખરે મેં નાગપુર માનકાપુર વિસ્તારના યુઆઈડીએઆઈ કાર્યાલયનો સંપર્ક કર્યો, જ્યાં સેન્ટર મેનેજરે શોધી કાઢ્યું કે અમનની આધાર નોંધણી થઈ ચૂકી છે. તેનું અસલી નામ મહંમદ આમિર છે, જેને લઈ તેના પરિવારનું પગેરું અમે શોધી શક્યા, એમ દામલેએ જણાવ્યું હતું.

માતા- પિતાને આખરે શોધી કાઢ્યાં : 2011માં જબલપુરમાં આધાર નોંધણી થઈ હતી. તેનો ફોટો પણ મેચ થયો હતો. દામલેએ કહ્યું કે 10 વર્ષ પૂર્વે તેને રેલવે સ્ટેશન પરથી અમન મળી આવ્યો હતો. આ પછી દામલેની સંમતિથી મેં જબલપુરમાં મારા જૂના મિત્રનો સંપર્ક કર્યો, જેણે સ્થાનિકોની મદદથી અમનનાં અસલી માતા- પિતાને શોધી કાઢ્યાં. તેઓ જબલપુરના હનુમંતલ વિસ્તારનાં રહેવાસી છે. આ પછી બંને પરિવારોએ ફોન પર વાર્તાલાપ કર્યો.

આ રીતે આધાર વિગતો મળી
માનકાપુરના આધાર સેવા કેન્દ્રના સેન્ટર મેનેજર અનિલ મરાઠેએ જણાવ્યું કે દામલેએ 3 જૂને અમનની આધાર નોંધણીમાટે અમારો સંપર્ક કર્યો હતો. અમે અનેક વાર પ્રયાસ કર્યો, પરંતુ તે શક્ય બનતું નહોતું. આથી બેન્ગલુરુમાં ટેક્નિકલ સેન્ટર અને મુંબઈમાં પ્રાદેશિક કાર્યાલયની મદદથી અમનની બાયોમેટ્રિક વિગતોને આધારે તેની આધારની વિગતો અમે સફળતાથી મેળવી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...