તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નિવૃત પોલીસ કર્મચારી-અધિકારી કાયમસ્વરૂપી પેન્શનની પ્રતિક્ષામાં

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સમય, ભંડોળની કમી જેવા કારણ આપવામાં આવે છે

જીવનમાં વર્ષો સુધી કાયદો અને સુવ્યવસ્થાના રક્ષણ માટે સેવા બજાવ્યા પછી પાછલી ઉંમરે પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ હતાશ થયા છે. સર્વિસ બુકની ચકાસણી રખડી પડી હોવાથી હજારો નિવૃત પોલીસ કર્મચારી-અધિકારી કાયમસ્વરૂપી પેન્શનની પ્રતિક્ષામાં છે. પોલીસોના પેન્શનની ફાઈલ આગળ જાય ત્યારે કોરોના સમય, ભંડોળની કમી જેવા કારણ આપવામાં આવતા હોવાથી વરિષ્ઠ અધિકારીઓ નારાજ છે.

કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવવાથી મુંબઈ લોકલ સહિત તમામ ક્ષેત્રો ખુલ્લા થયા છે. તેથી કર-મહેસૂલ આવકના દરવાજા પણ ખુલ્યા છે. તાજેતરમાં કેન્દ્ર અને મહાપાલિકાનું હજારો કરોડ રૂપિયાનું બજેટ જાહેર થયું. બધી સ્થિતિ અને નાણાંનું ગણિત ઝડપથી જોડાઈ રહ્યું છે. ત્યારે પોલીસોને પેન્શન આપવા માટે હજી કેટલા સમય સુધી કોરોનાનું કારણ આપવામાં આવશે એવો પ્રશ્ન પોલીસ અધિકારી-કર્મચારીઓ કરી રહ્યા છે.

મુંબઈ રેલવે પોલીસ દળ સહિત શહેર પોલીસ અને અન્ય વિભાગના કર્મચારીઓને અનેક મહિનાઓથી પેન્શન મળ્યું નથી. સર્વિસ બુક ચકાસણી કરવા માટે ઓનલાઈન અને ઓફ્ફલાઈન બંને વિકલ્પ હોવાથી કર્મચારી-અધિકારીઓમાં દ્વિધાનું વાતાવરણ છે. ઓનલાઈન પ્રક્રિયા ઝંઝટવાળી છે. મર્યાદિત મનુષ્બળને લીધે ઓફ્ફલાઈન ચકાસણીમાં અનેક મર્યાદા આવે છે. તેથી પેન્શનની સમસ્યા છે એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસ સેવામાંથી નિવૃત થયેલા કર્મચારીઓને પ્રોવિઝનલ અને કાયમીસ્વરૂપે પેન્શન આપવામાં આવે છે. નિવૃત થયા પછી સર્વિસ બુક ચકાસણી થાય ત્યાં સુધી સંબંધિત વિભાગ પ્રમુખોને પ્રોવિઝન પેન્શન આપવાનો અધિકાર હોય છે. એનો ઉપયોગ કરીને થોડા મહિના સુધી પગાર આપવામાં આવે છે. આ સમયગાળામાં સર્વિસ બુકની ચકાસણી થવી અપેક્ષિત છે. આ ચકાસણી બંધ થાય અથવા ઠેલાઈ જાય તો કર્મચારી-અધિકારીઓનું પેન્શન રખડી પડે છે એમ પેન્શન પ્રક્રિયા બાબતે પોલીસ અધિકારીઓ જણાવે છે.

કોરોના સમય પહેલાં નિવૃત થયેલા કર્મચારીઓની સર્વિસ બુકની ચકાસણી પૂરી થઈ ન હોવાનું પોલીસ અધિકારીઓ ખાનગીમાં માન્ય કરે છે. કોરોનાના સમયમાં પોલીસ, આરોગ્ય અને સફાઈ કર્મચારીઓ ફ્રટંલાઈન કર્મચારીઓ તરીકે કામ કરતા હતા. જો કે હવે આ કર્મચારીઓની સાચી મુશ્કેલીઓ સામે આવવાથી સરકાર ફક્ત જોઈ રહી હોવાથી પોલીસ દળમાં નારાજગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો