તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Restrictions On Construction Of Skyscrapers In Maharashtra Eased, Condition For Approval In Mumbai Maintained

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ:મહારાષ્ટ્રમાં ગગનચુંબી ઈમારતો બાંધવા માટે બંધીઓ હળવી કરાઈ, મુંબઈમાં મંજૂરી લેવાની શરત યથાવત રાખવામાં આવી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈ તેમ જ સંબંધિત નિયોજન પ્રાધિકરણ છોડીને રાજ્યમાં ગગનચુંબી ઈમારત બાંધવાની પરવાનગી માટે હવે ધક્કા ખાવા નહીં પડે. છેલ્લા બે વર્ષથી પ્રતીક્ષિત એકાત્મિક વિકાસ નિયંત્રણ નિયમાવલી મહાવિકાસ આઘાડી સરકારે લાગુ કરી છે. એના લીધે 120 મીટર કરતા વધુ ઉંચાઈની ઈમારતો માટે ઉચ્ચસ્તરીય સમિતિ પાસેથી મંજૂરી લેવાની શરત એમાંથી કાઢી નાખવામાં આવી છે. મુંબઈમાં આ બંધી યથાવત રાખવામાં આવી હોવાથી મંજૂરી લેવી ફરજિયાત છે.

તમામ મહાપાલિકાઓ, નગરપાલિકા, મહાનગર પરિસરોને આ સવલત આપવામાં આવી હોવાથી હવે રાજ્યમાં ગગનચુંબી ઈમારતો દેખાશે. નવી નિયમાવલીને લીધે એફએસઆઈના ઉપયોગ પરની બંધીઓ હળવી થઈ છે. તેથી ગગનચુંબી ઈમારતોનો માર્ગ ખુલ્લો થયો છે. પણ 120 મીટર કરતા ઉંચી ઈમારત બાંધવા માટેની બાબતે નિમવામાં આવેલી સમિતિની વિશેષ મંજૂરી લેવી જરૂરી હતી. હવે આ શરત જ કાઢી નાખવામાં આવી છે. આ સમિતિની મંજૂરી લેવામાં ઘણો સમય લાગતો હતો. તેથી પ્રકલ્પ તૈયાર હોવા છતાં રખડી પડતો હતો. ઉચ્ચસ્તરીય સમિતિ સમક્ષ પરવાનગી માટે મંજૂરી મેળવતા ડેવલપરોએ આ સમિતિએ ઘડેલી રેટિંગનું પાલન કરવું પડતું હતું. હવે આ શરત જ કાઢી નાખવામાં આવી હોવાથી ડેવલપરો ખુશ થયા છે. મહાનગર ક્ષેત્રના અનેક રખડી પડેલા પ્રકલ્પોને એનો ફાયદો થશે.

અડચણ દૂર થશે
મુંબઈમાં 120 મીટર (40 માળા) સુધીની ગગનચુંબી ઈમારતોને પરવાનગી આપવાનો અધિકાર મહાપાલિકા કમિશનરને છે. જો કે એનાથી ઉંચી ઈમારત માટે ઉચ્ચસ્તરીય સમિતિની મંજૂરી લેવી જરૂરી છે. હાઈ કોર્ટના આદેશ અનુસાર આ સમિતિની સ્થાપના કરવામાં આવી છે. ડેવલપરોને પણ આ સમિતિની મંજૂરી લેવાનું જરૂરી હતું. પણ પરવાનગી મળવામાં વિલંબ થતો હોવાથી અનેક પ્રકલ્પ રખડી પડ્યા હતા. હવે આ અડચણ દૂર થશે. આ નિયમાવલીમાં થાણે, કલ્યાણ-ડોંબીવલી, પુણે, નાગપુર, કોલ્હાપુર, વગેરે મહાપાલિકાઓમાં ખાસ પરિસરમાં ગગનચુંબી ઈમારતોની ઉંચાઈ પર જુદી જુદી બંધીઓ મૂકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો