સંભાવના:મહારાષ્ટ્રમાં ઓકટોબરથી રેસ્ટોરાં શરૂ થવાની શક્યતા

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઓકટોબરના પહેલા અઠવાડિયાથી રેસ્ટોરાં શરૂ થાય એવી શક્યતા છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રેસ્ટોરાં એસોસિએશનના પ્રતિનિધીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ સમયે રેસ્ટોરંટ શરૂ કરવાની કાર્યપદ્ધતિ પહેલાં નક્કી કરવામાં આવશે અને એ પછી નિર્ણય લેવામાં આવશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે રેસ્ટોરંટ શરૂ કરવા માટે માર્ગદર્શક ધોરણ તૈયાર કર્યા છે જે સંબંધિતોને મોકલવામાં આવ્યા છે. એ ફાઈનલ થયા પછી રેસ્ટોરંટ્સ શરૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રેસ્ટોરંટ્સ કેવી રીતે શરૂ થશે? કેટલા ટકા ગ્રાહકોને પ્રવેશ હશે એ બાબતે કાર્યપદ્ધતિ નક્કી થશે. કોરોનાના નિયમોનું ચુસ્તતાથી પાલન કરીને ઓકટોબરના પહેલા અઠવાડિયાથી રેસ્ટોરંટ્સ શરૂ કરવા પરવાનગી મળે એવી શક્યતા છે. રેસ્ટોરંટ્સ શરૂ કરવાના નિર્ણયને લીધે રાજ્યની આર્થિક તિજોરીમાં થોડી આવક થશે. અનેક લોકોને કામ મળશે અને રેસ્ટોરંટ્સના માલિકોને પણ રાહત મળશે. હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેસન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શેરી ભાટિયાએ જણાવ્યું હતું કે અમારી અરજી પર મુખ્ય મંત્રીએ એકસાઈઝ લાઈસન્સ ફી છ મહિના માટે માફ કરવા વિચારાશે એવું આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...